Julana Election Result : 100 ગ્રામ માટે ઓલિમ્પિક મેડલ ગુમાવનારી વિનેશ ફોગાટ હવે MLA, જાણો કેટલા મત મળ્યા?
Haryana Election Results 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપી જીતતી જોવા મળી રહી છે. અહીં બીજેપી એકલા બહુમતથી સરકા બનાવી શકે છે.
આ ચૂંટણીમાં સૌથી ચર્ચિત ઉમેદવાર વિનેશ ફોગાટ હતી. પેરિસ ઓલિમ્પિકમાં માત્ર 100 ગ્રામ વજનને કારણે મેડલ ચુકી ગયેલી વિનેશ ફોગાટ ચૂંટણીના મેદાનમાં જીત મેળવવામાં સફળ રહી છે.

રેસલિંગ છોડીને ચૂંટણીમાં ઝંપલાવનારી વિનેશ ફોગાટે તેની પહેલી જ ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. વિનેશ ફોગાટે બીજેપી ઉમેદવાર યોગેશ કુમારને હરાવ્યા છે. જો કે તેની પાર્ટી કોંગ્રેસ અહીં સત્તાથી દુર જોવા મળી રહી છે.
વિનેશ ફોગાટે શાનદાર જીત મેળવતા ભાજપના કેપ્ટન યોગેશ બૈરાગીને હરાવ્યા છે. વિનેશ ફોગાટની આ ચૂંટણી માત્ર જુલાના સીટ માટે નહોતી, પરંતુ તે દેશમાં હાજર પડકારો સામે હતી, જેમાં તેણી જીતી છે. વિનેશ ફોગટની આ જીત બાદ ફેન્સ તેને સોશિયલ મીડિયા પર સતત અભિનંદન આપી રહ્યા છે. અહીં વિનેશ ફોગાટે 6015 મતોથી જીત મેળવી છે.
બીજી તરફ હરિયાણાના પરિણામોની વાત કરીએ તો અહીં બીજેપીને 48 આસપાસ સીટો મળતી જોવા મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસને 36 આસપાસ સીટો મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
