JNU હિંસા પર વીસી જગદીશકુમારે તોડ્યુ મૌન, જણાવ્યુ - કેમ્પસમાં કેમ બેકાબુ થઈ સ્થિતિ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બુકાનીધારી બદમાશોએ ઘણા છાત્રોને ખૂબ જ ખરાબ રીતે માર્યા હતા. સમગ્ર મામલે જેએનયુના વીસી જગદીશ કુમારનુ નિવેદન પણ આવ્યુ છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બુકાનીધારી બદમાશોએ ઘણા છાત્રોને ખૂબ જ ખરાબ રીતે માર્યા હતા. સૂત્રો મુજબ આ મામલે દિલ્લી પોલિસે એફઆઈઆર નોંધી લીધી છે. કેમ્પસમાં ઘૂસેલા બુકાનીધારી બદમાશોએ શિક્ષકોને પણ નિશાન બનાવ્યા હતા. વળી, સમગ્ર મામલે જેએનયુના વીસી જગદીશ કુમારનુ નિવેદન પણ આવ્યુ છે. તેમણે કહ્યુ કે યુનિવર્સિટીની પહેલી પ્રાથમિકતા સંસ્થા અને છાત્રોની સુરક્ષા છે.

જેએનયુ વીસીએ શાંતિ જાળવી રાખવાની કરી અપીલ
જેએનયુના છાત્રોને વીસી એમ જગદીશ કુમારે બધા છાત્રોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી. તેમણે કહ્યુ કે યુનિવર્સિટી પોતાના છાત્રો સાથે જ છે અને આશ્વસ્ત કરવામાં આવે છે કે વિંટર સેમેસ્ટર કોઈ પણ અડચણ વિના પૂરુ થશે. તેમણે કહ્યુ કે જેએનયુમાં અમુક આંદોલનકારી છાત્રોના હિંસક હોવા અને મોટી સંખ્યામાં બિન પ્રદર્શનકારી છાત્રોની શૈક્ષણિક ગતિવિધિઓને અટકાવવાના કારણે આવી સ્થિતિ પેદા થઈ. તેમણે શિયાળુ સેમેસ્ટર રજિસ્ટ્રેશનને અટકાવવા માટે યુનિવર્સિટી કમ્યૂનિકેશન સર્વરને નુકશાન પહોંચાડ્યુ.
|
શિયાળુ સેમેસ્ટર રજિસ્ટ્રેશન કોઈ પણ સ્થિતિમાં થશે પૂરુ - વીસી
જેએનયુ કેમ્પસની અંદર બુકાનીધારી બદમાશો દ્વારા કરવામાં આવેલી મારપીટની ઘટના પર ગૃહ મંત્રાલયે જાણવાજોગ લીધુ છે. ગૃહ મંત્રી અમિત શાહે દિલ્લી પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયક સાથે વાત કરી અને સ્થિતિની ચકાસણી કરી. સાથે જ તેમણે આખી ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યુ કે આ હિંસાની વરિષ્ઠ અધિકારીઓ પાસે તપાસ કરાવવામાં આવે અને જલ્દી રિપોર્ટ રજૂ કરવામાં આવે, જે પણ જરૂરી પગલા હોય તે લેવામાં આવે.

માનવ સંશાધન મંત્રાલયે જેએનયુ પાસે માંગ્યો રિપોર્ટ
વળી, માનવ સંશાધન તેમજ વિકાસ મંત્રાલયે પણ તાત્કાલિક જેએનયુ પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો છે. કેમ્પસમાં હિંસાની તપાસની જવાબદારી જોઈન્ટ સીપી (વેસ્ટર્ન રેન્જ) શાલિની સિંહને આપવામાં આવી છે. આ તરફ કેમ્પસમાં સ્થિતિ કાબુમાં છે. ભારે સંખ્યામં પોલિસ બળ જેએનયુ કેમ્પસની બહાર તૈનાત છે. વળી, એમ્સ તરફથી માહિતી આપવામાં આવી છે કે બધા છાત્રોને ઈલાજ બાદ છુટ્ટી આપી દેવામાં આવી છે. મારપીટમાં ઘાયલ છાત્રોને મોડી સાંજે એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
