Jharkhand : ચંપાઈ સોરેનને રાજ્યપાલે સમય ન આપ્યો, તમામ ધારાસભ્યો હૈદરાબાદ રવાના
ઝારખંડમાં હેમંત સોરેનના રાજીનામાં બાદ મોટી રાજકિય ઉથલપાથલ જોવા મળી રહી છે. હેમંત સોરેનના રાજીનામા બાદ ચંપઈ સોરેનને રાજ્યપાલે સમય આપવા ઈન્કાર કરી દીધો છે.
હેમંત સોરેનના રાજીનામા બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યપાલે હજુ સુધી ચંપાઈ સોરેનને શપથ લેવાનો સમય આપ્યો નથી.

આવી સ્થિતિમાં ડરને કારણે ઝારખંડમાં સત્તાધારી ગઠબંધન પક્ષોના ધારાસભ્યોની પરેડ કરાવી રહી છે અને ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
રાજકીય ઉથલપાથલ વચ્ચે ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના ધારાસભ્યોને લઈને રાંચીના સર્કિટ હાઉસથી બસ રવાના થઈ છે, જે એરપોર્ટ પહોંચશે.
સૂત્રો અનુસાર, રાંચી એરપોર્ટ પર ધારાસભ્યોની રાહ જોઈને બે ચાર્ટર્ડ પ્લેન ઉભા છે. જે જેએમએમ અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે હૈદરાબાદ જશે. આ ઉપરાંત હૈદરાબાદ એરપોર્ટ પર બે બસો પણ તૈયાર છે, જે ધારાસભ્યોને સીધી હોટલ સુધી લઈ જશે.
આ દરમિયાન ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું કે, અમે એરપોર્ટ જઈ રહ્યા છીએ. બીજેપી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તમે જાણો છો કે તેઓ કેવા લોકો છે, તેઓ ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. કુલ 43 ધારાસભ્યો વિદાય લઈ રહ્યા છે.
વિધાનસભ્ય પક્ષના નેતા ચંપાઈ સોરેન અને ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના ધારાસભ્યો રાંચી એરપોર્ટ પર પહોંચ્યા છે. મીડિયા સાથે વાત કરતા જેએમએમ વિધાયક દળના નેતા ચંપાઈ સોરેને કહ્યું કે, અમે રાજ્યપાલ પાસે માંગ કરી છે કે નવી સરકારની રચનાની પ્રક્રિયા જલ્દીથી શરૂ થવી જોઈએ.
અહીં સરકારનો દાવો રજૂ કર્યા બાદ પણ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ શપથ ગ્રહણમાં વિલંબને લઈને રાજ્યપાલની કાર્યશૈલી પર સવાલ ઉઠાવી રહ્યા છે. જેએમએમના સાંસદ મહુઆ માંઝીએ કહ્યું કે, 22 કલાકથી વધુ સમય થઈ ગયો છે. તમે બિહારમાં જોયું કે શપથ ગ્રહણ સમારોહ 5 કલાકમાં જ થઈ ગયો, પરંતુ હવે તેમના ઈરાદા પર શંકા થઈ રહી છે. મને લાગે છે કે બાબા સાહેબના બંધારણની રક્ષા કરતા આવતીકાલે શપથ થઈ જવા જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
