ઝારખંડ: ધનબાદમાં માલગાડી પાટા પરથી ઉતરી, કોઇ જાનહાની નહી, ઘણી ટ્રેનોના રૂટ બદલાશે
ઝારખંડમાં માલગાડી રેલ્વેના પાટા પરથી ઉતરી ગઇ છે. મળતી માહિતિ અનુસાર ઝારખંડના ધનબાદમાં માલગાડીના 53 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો
ઝારખંડમાં માલગાડી રેલ્વેના પાટા પરથી ઉતરી ગઇ છે. મળતી માહિતિ અનુસાર ઝારખંડના ધનબાદમાં માલગાડીના 53 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. ઘણી ટ્રેનો મોડી પડશે અને કેટલીક ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો છે.

પૂર્વ મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે સવારે 6:24 વાગ્યે ધનબાદ ડિવિઝનના ગુરપા સ્ટેશન અને કોડરમા સ્ટેશન વચ્ચે માનપુર રેલવે સેક્શન પાસે કોલસાથી ભરેલી 53 માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના લીધે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.
પ્રાથમિક તપાસ મુજબ ઘાટ વિભાગમાંથી પસાર થતી વખતે માલગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી, ત્યારબાદ ઢાળને કારણે ટ્રેનની ઝડપ વધી ગઈ હતી. ટ્રેન ડ્રાઈવર તેની સ્પીડ ધીમી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ગુરપા સ્ટેશને પહોંચતા સુધીમાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેનના 55 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જોકે, એન્જિન અને એક પાછળનો કોચ અને પાંચ પાછળની બોગી બચી ગઈ છે. ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
