Jharkhand Election 2024: જળ, જંગલ અને જમીન મુદ્દે રાહુલ ગાંધીએ બીજેપીને આડેહાથ લીધી, જાણો શું કહ્યું?
Jharkhand Assembly Election 2024 : ઝારખંડમાં જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિઓને હવાલે કરનારી બીજેપી પર વિપક્ષી પાર્ટીઓ હમલાવર છે. હવે રાહુલ ગાંધીએ આકરા શબ્દજોમાં બીજેપીની ઝાટકણી કાઢી છે.
રાહુલ ગાંધીએ ઝારખંડ ચૂંટણી પહેલા મોરચો સંભાળી લીધો છે. અહીં તે આક્રમક અંદાજમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.

રાહુલ ગાંધી પ્રચાર માટે સિમડેગા પહોંચ્યા. અહીં તેમણે બીજેપી પર આકરા પ્રહારો અને આદિવાસીઓને ખાસ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, રાજ્યના આદિવાસી સમુદાયો પાસેથી પાણી, જંગલો અને જમીન છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી તમને વનવાસી કહે છે, ભાજપ માને છે કે જમીન, જંગલ અને પાણી આરએસએસ અને મૂડીવાદીઓનું છે. તે તેના નવા બનેલા શબ્દ વિકાસના નામે આદિવાસીઓની જમીન હડપ કરવામાં માને છે. તે તમારી પાસેથી પાણી, જંગલ અને જમીન છીનવી લેવા માંગે છે.
અહીં રાહુલ ગાંધીએ ફરીથી બંધારણ પર ભાજપના હુમલાને યાદ કરાવ્યો અને કહ્યું કે, ભાજપ સતત બંધારણ પર હુમલો કરી રહ્યું છે. કોંગ્રેસની આગેવાની હેઠળનો ઈન્ડિયા તેની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. જો તેઓ ચૂંટણી જીતશે તો અનામતની 50 ટકા મર્યાદા દૂર કરાશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણ પર સતત હુમલા થઈ રહ્યા છે અને તેને સુરક્ષિત રાખવાની જરૂર છે. અમે કોઈપણ ભોગે 50 ટકા અનામત હટાવીશું. જો સત્તામાં આવીશું તો અમે અનુસૂચિત જનજાતિ માટે અનામત 26 ટકાથી વધારીને 28 ટકા, અનુસૂચિત જાતિ માટે 10 ટકાથી 12 ટકા અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 14 ટકાથી વધારીને 27 ટકા કરીશું.
રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીની વાત ફરીથી દોહરાવી અને કહ્યું કે, વિવિધ સંસ્થાઓમાં આદિવાસીઓ, દલિતો અને ઓબીસીનું પ્રતિનિધિત્વ કેવી રીતે થાય છે અને રાષ્ટ્રીય સંપત્તિમાં તેમનો હિસ્સો શું છે તે સમજવા માટે આ જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
