Jharkhand Election 2024 : ઝારખંડમાં ઈન્ડિયા એલાયન્સ જલ્દી સીટ શેરિંગ જાહેર કરશે, રાહુલ ગાંધી રાંચી જશે
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. આ જાહેરાત થાય તે પહેલા જ પાર્ટીઓએ તેમની રણનીતિ પર કામ શરૂ કરી દીધુ છે.
આ ક્રમમાં જ ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓએ સીટ શેરિંગ પર વિચાર-વિમર્શ શરૂ કર્યો છે અને બહુ જલ્દી રાહુલ ગાંધી રાંચી જઈ શકે છે.

ઝારખંડ કોંગ્રેસના પ્રમુખ કેશવ મહતો કમલેશે જણાવ્યું કે, આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાની જાહેરાત પછી ગઠબંધનના પાર્ટનરો વચ્ચે બેઠક વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઈએ કે, ઝારખંડમાં 81 સભ્યોની વિધાનસભા માટે વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. ઝારખંડની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ પુરો થાય છે.
કેશવ મહતોએ મીડિયાને કે, આચારસંહિતાની જાહેરાત થયા બાદ ગઠબંધન વચ્ચે બેઠક વહેંચણી અંગેનો નિર્ણય ચર્ચાના આધારે લેવામાં આવશે.
કેશવ મહતોએ આગળ કહ્યું કે, તમામ ગઠબંધન પાર્ટનર એક છે અને જેએમએમના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર સાથે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મહિને રાંચી આવશે. જો કે તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની મુલાકાતની તારીખ હજુ નક્કી નથી.
કેશવ મહતો કમલેશને ઓગસ્ટ 2024માં ઝારખંડ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે રાજેશ ઠાકુરની જગ્યા લીધી છે. કેશવ મહતો અગાઉ રાંચી જિલ્લાના સિલ્લી વિધાનસભા ક્ષેત્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
અહેવાલો અનુસાર, ચૂંટણી પંચ એક અઠવાડિયામાં ઝારખંડમાં ચૂંટણી જાહેરાત કરી શકે છે. ઝારખંડમાં વિધાનસભા માટે મતદાન છઠ પૂજા પછી જ યોજાશે. નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં મતદાન થાય તેવી શક્યતા છે અને બેથી ત્રણ તબક્કામાં મતદાન થઈ શકે છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
