jharkhand assembly election 2024: ભાજપ જાહેર કરશે ઉમેદવારોની યાદી, જાણો ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનું ગણિત
jharkhand assembly election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ભાજપ નીતીશ કુમારની જેડીયુ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. જેમાં તેમણે બેઠકોની વહેંચણી માટે બેઠકો યોજવામાં આવી રહી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, ઝારખંડ ચૂંટણીના સહ-પ્રભારી, સોમવારે (14 ઓક્ટોબર) ના રોજ જણાવ્યું હતું કે, NDA સાથી પક્ષો વચ્ચે વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે વાટાઘાટો લગભગ આખરી થઈ ગઈ છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાતના 48 કલાકમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. હિમંતા બિસ્વા સરમા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, બે-ત્રણ દિવસમાં ભાજપ તેના ઉમેદવારોની યાદી જાહેર કરશે.
ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, NDA ગઠબંધન હેઠળ AJSU પાર્ટી સાથે 10 સીટો પર સમજૂતી થઈ છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, બેઠકોની સંખ્યામાં એક સીટ વધે અથવા એક સીટ ઘટે તેવી શક્યતા છે.
ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, NDA ગઠબંધન હેઠળ AJSU પાર્ટી સાથે 10 સીટો પર સમજૂતી થઈ છે.
હેમંત સરમાએ એવી પણ માહિતી આપી છે કે, બેઠકોની સંખ્યામાં એક સીટ વધે અથવા એક સીટ ઘટે તેવી શક્યતા છે.
જનતા દળ યુનાઈટેડ (JDU) અંગે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, જેડીયુ સાથે બે સીટો માટે વાતચીત ચાલી રહી છે. એનડીએ ગઠબંધન હેઠળ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ જૂથ સાથે પણ વાતચીત ચાલી રહી છે.
ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ જ ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર કરશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટી તરફથી પ્રથમ યાદી લગભગ તૈયાર છે.
એનડીએ સીટ શેરિંગ અનુસાર, સુદેશ મહતોની આગેવાની હેઠળની AJSU પાર્ટી 9-11 સીટો પર ચૂંટણી લડશે.
વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સહ-પ્રભારી સરમાએ જણાવ્યું હતું કે, સીટ વહેંચણી પર AJSU પાર્ટી સાથે વાતચીત લગભગ અંતિમ છે. એક સીટને લઈને થોડી સમસ્યા છે. અમે મંગળવાર સુધીમાં તેનું નિરાકરણ કરી લઈશું.
નીતીશ કુમારની આગેવાની હેઠળની જેડી(યુ) બે મતવિસ્તારોમાં ચૂંટણી લડશે, જ્યારે એલજેપી (રામ વિલાસ) સાથે સીટની વહેંચણી અંગેની વાટાઘાટો તેના વડા ચિરાગ પાસવાન વિદેશથી પરત ફર્યા બાદ બુધવાર અથવા ગુરુવારે થશે.
હેમંત સરમાએ જણાવ્યું હતું કે, પાંચ કે છને બાદ કરતાં લગભગ તમામ બેઠકો માટે ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ચૂંટણી સમિતિ આવતીકાલે ફરી બેઠક કરશે, ત્યારબાદ પક્ષના સંસદીય બોર્ડની બેઠક મળશે.
ઉલ્લેખનીય છે કે, 81 સભ્યોની વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 79 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર 25 બેઠકો જીતી શકી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
