જેસિકા કેસ: સાક્ષીઓના ભવિષ્યનો આજે ફેંસલો થશે

ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટ અને ન્યાયમૂર્તિ જીપી મિત્તલની પીઠ આ મુદ્દે બુધવારે બપોરે પોતાનો ચૂકાદો સંભળાવશે. કોર્ટે આ મુદ્દે નિર્ણય લીધો હતો અને ફરિયાદી પક્ષને પ્રશ્નો કર્યા હતા કે બધા સાક્ષીઓએ સુનાવણી દરમિયાન પોતાના વલણમાં પરિવર્તન કેમ કર્યું. કોર્ટે ચાર મે 2011ના રોજ પોલીસ અને નિવેદનને પાછું ખેંચી લેનાર સાક્ષીઓની આજીજી સાંભળ્યા બાદ ચૂકાદો પેંડિગ કર્યો હતો.
જેસિકાની એપ્રિલ 1999માં હરિયાણા કોંગ્રેસ નેતા વિનોદ શર્માના પુત્ર મનુ શર્માએ ગોળી મારી હત્યા કરી દિધી હતી કારણ કે તેને દારૂ પરોસવાની મનાઇ કરી દિધી હતી. આ ઘટના સોશલાઇટ બીના રમાનીના રેસ્ટોરંટમાં ઘટી હતી.












Click it and Unblock the Notifications
