જીત અદાણી દિવા શાહ સાથે લગ્ન કરશે, જાણો સ્થળ અને મહેમાનોની યાદી
ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી આજ રોજ દિવા જયમિન શાહ સાથે અમદાવાદમાં પરંપરાગત અને નાની સમારંભ શૈલીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
જીત અદાણી અને દિવા શાહના પ્રિવેડિંગ સેલિબ્રેશન ૫ ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. આજે અમદાવાદમાં લગ્ન યોજાશે. લગ્નની વિધિઓ બપોરથી શરૂ થશે અને પારંપરિક જૈન તથા ગુજરાતી સંસ્કૃતિ અનુસાર શાંતિગ્રામ અદાણી ટાઉનશિપ અમદાવાદ ખાતે યોજાશે.

ગૌતમ અદાણીએ સ્પષ્ટ કર્યું છે કે જીતના લગ્ન સરળ અને પરંપરાગત હશે. આ એક ભવ્ય પ્રસંગ નહીં હોય. આ સાથે ગ્લોબલ સેલિબ્રિટીઓ ટેઇલર સ્વિફ્ટ વગેરે હાજર રહેશે એવી અફવાઓ પર પણ ખોટી હોવાનું કહ્યું છે.
ગયા મહિને પરિવાર સાથે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે ગંગા આરતી કર્યા બાદ ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, મારી અને મારા પરિવારનો ઉછેર સામાન્ય કામદાર વર્ગનો છે. જીત પણ મા ગંગાના આશીર્વાદ માટે અહીં આવ્યો છે. આ લગ્ન એક પારિવારિક અને પરંપરાગત રીતે યોજાશે.
પરિવાર નજીકના સૂત્રો અનુસાર, જીત અને દિવાએ તેમના લગ્ન દ્વારા મહત્વની સામાજિક બાબતોને ઉજાગર કરવાનો નિર્ણય કર્યો છે. તેમનો લગ્ન સમારોહ પરંપરા, ભવ્યતા અને સામાજિક અસરનું સંયોજન હશે.
પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ NGO ફેમિલી ઑફ ડિસેબલ્ડ (FOD) સાથે મળીને જીત અને દિવા માટે વિશિષ્ટ શૉલ ડિઝાઇન કર્યાં છે. આ વિચાર જીત અદાણીનો હતો. આ ઉપરાંત NGO દ્વારા હાથેથી રંગાયેલ વેડિંગ એસેન્સશિયલ્સ ગ્લાસવેર, પ્લેટ્સ અને અન્ય ઘરેણાં પણ બનાવવામાં આવ્યા છે.
જીત અને દિવાએ પ્રતિ વર્ષે 500 વિકલાંગ મહિલાઓના લગ્ન માટે દાનરૂપે પ્રત્યેકે 10 લાખ રૂપિયાની સહાય આપવા પણ સંકલ્પ કર્યો છે. બુધવારે જીતે 21 નવવિવાહિત દિવ્યાંગ મહિલાઓ અને તેમના પતિઓ સાથે મુલાકાત કરી અને આ પહેલ શરૂ કરી છે.
જીત અદાણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર છે. તે અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર છે. તેણે 2019માં અદાણી ગ્રુપમાં પોતાના કેરિયરની શરૂઆત ગ્રુપ CFO ના કાર્યાલયમાં કરી હતી, જ્યાં તે કંપનીની નાણાકીય વ્યૂહરચના, મૂડી બજાર, જોખમ અને ગવર્નન્સ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા.
જીતે યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા, સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાયડ સાયન્સિસમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ એક પ્રશિક્ષિત પાઇલટ પણ છે. તે માતા પ્રીતિ અદાણીથી પ્રેરિત છે, જેણે અદાણી ફાઉન્ડેશનને ગુજરાતના મુન્દ્રા ગામમાં એક નાના પ્રોજેક્ટમાંથી એક મોટી પરિવર્તનશીલ સંસ્થા બનાવી છે.
દિવા જયમિન શાહ હીરા વેપારી જયમિન શાહની પુત્રી છે. તેણી C. Dinesh & Co. Private Limited ની સહમાલિક છે, જે મુંબઇ અને સુરતમાં એક જાણીતી હીરા ઉત્પાદન કંપની છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
