Jharkhand Assembly Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 13 બેઠકો પર લડશે JDU, શું બદલાશે સમીકરણ?
Jharkhand Assembly Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હાલ ઝારખંડમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીમાં જોરદાર ખેંચતાણ ચાલી રહી છે.
કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા વચ્ચે બેઠક વહેંચણીનું કોંકડું હજુ ગુંચવાયેલું છે. હવે ઝારખંડ NDAમાં પણ બેઠકોની વહેંચણી અંગે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જનતા દળ યુનાઈટે 11 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી છે. જેમાં 3 વિધાનસભા બેઠકોને જેડીયુએ પ્રથમિકતા આપી છે.
રાજ્ય જનતા દળ યુનાઈટેડનું પ્રતિનિધિમંડળ આગામી ચૂંટણીને લઈને 2 ઓક્ટોબર, બુધવારના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પટનામાં તેમના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મળ્યું હતું.
આ દરમિયાન ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનું નેતૃત્વ ઝારખંડ JD(U)ના વડા અને રાજ્યસભાના સભ્ય ખીરુ મહતોએ કર્યું હતું.

રિપોર્ટ અનુસાર આ બેઠક દરમિયાન ખીરુ મહતોએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે ઝારખંડની 11 સીટો પર ચૂંટણી લડવાની માંગ કરી હતી.
ખીરુ મહતોએ ઝરિયા, ટુંડી, માંડુ, છતરપુર, મંદાર, તામર, પૂર્વ જમશેદપુર જેવી વિધાનસભા બેઠકોના કાર્યકર્તા સંમેલનનો અહેવાલ નીતિશ કુમારને સુપરત કર્યો છે.
આ બેઠક અંગે ખીરુ મહતોએ જણાવ્યું હતું કે, નીતીશ કુમારે 11 બેઠકો પર ચૂંટણી લડવાના સૂચન પર ખાતરી આપી છે કે, તેઓ તેને ગંભીરતાથી લેશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સરયુ રાય અને રાજા પીટર જેડીયુમાં જોડાયા છે. સરયુ રાય પૂર્વ જમશેદપુરથી ચૂંટણી લડી શકે છે, અને રાજા પીટરને તામર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
ભૂતકાળમાં પણ ખીરુ મહતો માંડુ વિધાનસભાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ વખતે પણ તે આ જ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
હવે આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે, શું ભાજપ NDAમાં JDUની 11 સીટો પર ચૂંટણી લડવા માટે રાજી થશે.
તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ જણાવ્યું છે કે, તે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) અને જનતા દળ (યુનાઈટેડ) સાથે ગઠબંધન કરીને રાજ્યમાં ચૂંટણી લડશે.
જોકે, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે, તેની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ અંદરની વાત એ છે કે, ભાજપ કોઈને પણ આટલી બધી સીટો આપવા માંગતું નથી. જેમાં જેડીયુ હોય કે એજેએસયુનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ AJSUને 6 થી 8 બેઠકો આપવા ઇચ્છે છે. જોકે, AJSU એ 10 સીટોની માંગણી કરી છે.
હાલમાં જેડીયુને 2 થી 3 સીટો આપવાની વાત ચાલી રહી છે. આવી સ્થિતિમાં 11 બેઠકો પર ગઠબંધન કરીને ચૂંટણી લડવાની JDUની યોજના સફળ થાય તેવી શક્યતાઓ નહીંવત છે.
આ પહેલા જુલાઈ 2024માં પણ ખીરુ મહતો અને નીતિશ કુમાર વચ્ચે ઝારખંડ ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી. ખીરુ મહતોએ તે સમયે જણાવ્યું હતું કે, બેઠકો અંગે અંતિમ નિર્ણય ભાજપના ટોચના નેતાઓ સાથેની બેઠક બાદ લેવામાં આવશે.
આ દરમિયાન તેમણે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, પાર્ટી તમામ 11 બેઠકો પર ચૂંટણી લડવા માટે તૈયાર રહેશે. નીતીશ કુમારને 11 ઉમેદવારોની યાદી સોંપવામાં આવી છે. અમને આશા છે કે, ભાજપ સાથે ગઠબંધન કરીને જ ચૂંટણી લડીશું.
ઉલ્લેખનીય છે કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં JDUએ 40 સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ સીટ જીતી શકી ન હતી. આવી જ રીતે, 2014માં જેડીયુ 45 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી એકપણ બેઠક પર જીત મળી ન હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
