કર્ણાટક અશ્લીલ વીડિયો કેસ પર કુમારસ્વામીનો દાવો, કહ્યુ - પોલીસની મદદથી સર્ક્યુલેટ કરાઈ પેન ડ્રાઈવ
Karnataka Obscene Tape Row: કર્ણાટકમાં લોકસભા ચૂંટણી વચ્ચે અશ્લીલ વીડિયો કેસમાં ફસાયેલા જનતા દળ (સેક્યુલર)એ મોટો દાવો કર્યો છે. પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાની સેક્સ ટેપ કેસમાં તપાસ ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ તેમના ભત્રીજા અને હસન સાંસદ પ્રજ્વલ રેવન્ના સેક્સ ટેપ વિવાદને લઈને મોટો દાવો કર્યો છે.
એચડી કુમારસ્વામીએ દાવો કર્યો હતો કે તેમના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાનો અશ્લીલ વીડિયો કથિત રીતે પોલીસ અધિકારીઓની મદદથી સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો.

પૂર્વ સીએમ કુમારસ્વામીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે, "આજે હું અહીં એક એવી ઘટના વિશે વાત કરવા આવ્યો છું જે સમાજમાં ન થવી જોઈતી હતી. 21 એપ્રિલે રાજ્યભરમાં પેન ડ્રાઈવ ફરતી કરવામાં આવી હતી. આ પોલીસની મદદથી કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ વીડિયો જાણીજોઈને બેંગલુરુ ગ્રામીણ, મંડ્યા અને હાસનમાં ફેલાવ્યો હતો."
કુમારસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રજ્વલ રેવન્નાના ચૂંટણી એજન્ટ પૂર્ણચંદ્રએ 22 એપ્રિલે હસન ડીસી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 21 એપ્રિલે રાત્રે 8 વાગ્યે એક વ્યક્તિએ પ્રજ્વલ રેવન્નાનો વીડિયો અપલોડ કર્યો હતો. આ સાથે પૂર્વ સીએમએ કહ્યું કે હું કોઈનો બચાવ નથી કરી રહ્યો અને ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ભલે તે કોણ હોય.
તેમણે કહ્યું કે વીડિયોના સર્ક્યુલેશનને લઈને ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થયાને 15 દિવસ થઈ ગયા છે. વીડિયો ફેલાવવા બદલ તેની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
કુમારસ્વામીએ કહ્યું, "જ્યારે SITની રચના કરવામાં આવી ત્યારે મને લાગ્યું કે તપાસ નિષ્પક્ષ હશે પરંતુ એવું નથી, આ SIT સિદ્ધારમૈયા અને શિવકુમારની તપાસ ટીમ છે. તેઓ SITને તેમના ઘરે બોલાવે છે અને કેસની ચર્ચા કરે છે."
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
