જયલલિતાને મળી દિવાળીની ભેટ, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં જેલમાં બંધ તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરી દિધા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જયલલિતાને અ મોટી રાહત મળી છે. 27 સપ્ટેમ્બરથી જેલમાં બંધ જયલલિતાને જામીન મળ્યા બાદ સમર્થકોમાં જોરદાર ખુશીની લહેર જોવા મળી હતી. સુપ્રીમ કોર્ટે જયલલિતાની સજા પર બે વર્ષની રોક લગાવી દિધી છે.
જયલલિતાને 21 દિવસ જેલમાં રહ્યાં બાદ જામીન મળ્યાં છે. સુપ્રીમ કોર્ટે જામીન આપતાં જયલલિતા પર કેટલીક શરતો પણ લગાવી છે જેની અવગણના કરતાં તેમની જામીન અરજી રદ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમિલનાડુમાં હિંસા થઇ તો તેમના જામીનને રદ કરી દેવામાં આવશે. સાથે જ તેમણે 18 સપ્ટેમ્બર સુધી ઘરથી બહાર ન જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કર્ણાટક હાઇકોર્ટે સાત ઓક્ટોબરન રોજ જયલલિતાની જામીન અરજીને નકારી કાઢી હતી. ત્યારબાદ જયલલિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જયલલિતાને રાહત આપતાં તેમને જામીન મંજૂર કરી લીધા છે.
તમને જણાવી દઇએ કે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં વિશેષ કોર્ટે જયલલિતાને દોષી ગણાવતાં ચાર વર્ષની જેલની સજા સંભળાવી હતી. સાથે જ તેમના પર સો કરોડ રૂપિયાનો દંડ પર લગાવવામાં આવ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
