ફોટો વાયરલ થયા બાદ સુસાઈડ કરવા ઈચ્છતી હતી જયા પ્રદા, ખોલ્યા મોટા રાઝ
બોલિવુડ અભિનેત્રી અને નેતા જયા પ્રદા પોતાના અને અમર સિંહના સંબંધો, પોતાના કેરિયર અને સફળતાઓ વિશે શુક્રવારે ઘણા મોટા ખુલાસા કર્યા.
બોલિવુડ અભિનેત્રી અને નેતા જયા પ્રદા પોતાના અને અમર સિંહના સંબંધો, પોતાના કેરિયર અને સફળતાઓ વિશે શુક્રવારે ઘણા મોટા ખુલાસા કર્યા. જયાપ્રદાનું કહેવુ છે કે તે અમરસિંહને પોતાના ગોડફાધર માને છે પરંતુ જો તે તેમને રાખડી પણ બાંધી દે તો પણ લોકો તેમના વિશે વાતો બનાવવાનું બંધ નહિ કરે. એટલુ જ નહિ તેમણે સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાન પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે તે તેમના પર એસિડ હુમલો કરાવવા ઈચ્છતા હતા. તેમણે જણાવ્યુ કે તે એક ઘટનાના કારણે સુસાઈડ કરવા ઈચ્છતા હતા.

અમર સિંહજી મારા ગોડ ફાધર છે
જયાપ્રદાએ અમરસિંહ સાથે પોતાના સંબંધો વિશે નકારાત્મક વાતો કરાવા વિશે કહ્યુ, ‘મારા જીવનમાં ઘણા લોકોએ મારી મદદ કરી છે અને અમરસિંહદી મારા ગોડ ફાધર છે. જે પરિસ્થિતિમાં હું એક મહિલા તરીકે આઝમ ખાન સાથે ચૂંટણી લડી રહી હતી તે સમયે મારા પર એસિડ હુમલો કરાવવાનું ષડયંત્ર હતુ અને મારા જીવને જોખમ હતુ. જ્યારે ક્યારેય હું ઘરમાંથી બહાર જતી તો હું મારા માને પણ કહી શકતી નહોતી કે હું જીવતી પાછી આવીશ કે નહિ. તેમણે કહ્યુ કે તેમનુ સમર્થન કરવા કોઈ નેતા સામે ન આવ્યા. મુલાયમ સિંહે મને એક વાર પણ ફોન નથી કર્યો.'

હું સુસાઈડ કરવા ઈચ્છતી હતી
સોશિયલ મીડિયા પર મોર્ફ્ડ ફોટો વાયરલ થવા વિશે બોલતા જયાપ્રદાએ કહ્યુ કે જ્યારે અમર સિંહ ડાયાલિસિસ પર હતા ત્યારે મારો એક મોર્ફ્ડ ફોટો ખૂબ સર્ક્યુલેટ થઈ રહ્યો હતો. હું કંટાળી ગઈ હતી. રડતી રહેતી હતી. સુસાઈડ કરવા ઈચ્છતી હતી. આટલા દુઃખમાંથી પસાદ થઈ પરંતુ કોઈએ મને સપોર્ટ ન કર્યો. માત્ર અમર સિંહ મારા સપોર્ટમાં ઉભા રહ્યા. જો હું તેમને રાખડી પણ બાંધુ તો પણ લોકો વાતો કરવાનું બંધ નહિ કરે. મને ફરક નથી પડતો કે લોકો શું કહેશે.

અમરસિંહને રાખડી બાંધુ તો પણ લોકો અમારા સંબંધો વિશે વાતો કરશે
તેમણે કહ્યુ કે ડાયાલિસિસ પરથી આવ્યા બાદ માત્ર અમરસિંહજી મારી સાથે ઉભા રહ્યા અને મારુ સમર્થન કર્યુ. તમે તેમના વિશે શું વિચારો છો? ગોડફાધર કે પછી કોઈ બીજુ? જો હું તેમને રાખડી પણ બાંધી તો શું લોકો વાતો કરવાનું બંધ કરી દેશે? લોકો શું કહેશે તેની મને પરવા નથી. રાજકારણમાં પુરુષોના વર્ચસ્વ પર બોલતા જયાપ્રદાએ કહ્યુ કે પુરુષ પ્રધાન આ વ્યવસ્થામાં કોઈ મહિલા માટે નેતા બનવુ અસલી પડકાર છે.

આઝમ ખાને મને પ્રતાડિત કરી
તેમણે કહ્યુ કે એક પાર્ટીના સાંસદ રહેવા દરમિયાન પણ મને છોડવામાં આવી નહિ. આઝમ ખાને મને પ્રતાડિત કરી. તેમણે મારા પર એસિડ હુમલો કરાવવાની કોશિશ કરી. મને ખબર નહોતી કે હું કાલે જીવતી રહીશ કે નહિ. હાલમાં જ જયાપ્રદાએ મણકર્ણિકા ફિલ્મ જોઈ છે તેના પર બોલતા તેણે કહ્યુ કે મણિકર્ણિકા ફિલ્મમાં મે જે કંઈ પણ જોયુ છે તેના જેવુ હું અનુભવી રહી છુ. એક મહિલા દૂર્ગાનો અવતાર પણ લઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
