જયા પ્રદાએ આઝમ ખાનને ‘રોડ સાઈડ રોમિયો' ગણાવી કહ્યુ, 'તેમની માનસિક સ્થિતિ ખરાબ છે'
લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સંસદની અધ્યક્ષતા કરી રહેલ ભાજપ સાંસદ રમા દેવી પર વિવાદિત ટિપ્પણી કરનાર સપા સાંસદ આઝમ ખાન માટે જયા પ્રદાએ કહ્યુ કે તેમની માનસિક સ્થિતિ ખરાબ છે.
લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સંસદની અધ્યક્ષતા કરી રહેલ ભાજપ સાંસદ રમા દેવી પર વિવાદિત ટિપ્પણી કરનાર સપા સાંસદ આઝમ ખાન માટે વિવાદ સતત વધી રહ્યો છે. ભાજપે તેમને માફી માંગવા માટે કહ્યુ છે તો વળી, રામપુરના આઝમ ખાન સામે ચૂંટણી લડી ચૂકેલ ભાજપ નેતા જયા પ્રદાએ તેમનુ સભ્યપદ રદ્દ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી દરમિયાન આઝમે જયા પ્રદા વિશે પણ એક નિવેદન આપ્યુ હતુ જેના પર ઘણો વિવાદ થયો હતો.

તેમની માનસિક સ્થિતિ ખરાબ છેઃ જયા પ્રદા
એક ટીવી ચેનલ સાથે વાત કરતા જયા પ્રદાએ કહ્યુ કે આ બહુ દૂર્ભાગ્યપૂર્ણ છે કે જનતા આવા લોકોને ચૂંટીને સંસદમાં મોકલે છે. આઝમ ખાન બદજુબાની માટે જાણીતા છે. આ રીતની હલ્કી વાત કરીને તેમણે માત્ર એક મહિલા સાંસદ જ નહિ પરંતચુ લોકસભા સ્પીકરના ચેરને અપમાનિત કર્યુ છે. તેમની માનસિક સ્થિતિ ખરાબ છે. આ રીતના વ્યક્તિને સંસદમાં રહેવાનો હક નથી. ભારતમાં રહેવુ હોય તો મહિલાઓનું સમ્માન કરતા શીખવુ જોઈએ.

‘સાંસદ છો કે રોડ સાઈડ રોમિયો'
જયાપ્રદાએ કહ્યુ કે જે સંસદની ગરિમા ન રાખી શકે તેને સંસદમાં રહેવાનો હક નથી. તેમનુ સભ્યપદ રદ્દ થવુ જોઈએ. આ તેમની આદત છે. પબ્લિસિટીમાં રહેવા માટે તે આ રીતની વાતો કરે છે. ક્યારેક જયાપ્રદાના આંતરવસ્ત્રો વિશે વાત કરો કે તેમના પર ટિપ્પણી કરો. રમા દેવી મહિલા છે અને વૃદ્ધ છે તેમના માટે આ રીતની વાત કરવાની હિંમત કેવી રીતે થઈ. લોકસભા સ્પીકર માટે તમે આ રીતની વાત કરો છો તમે સાંસદ છો કે રોડ સાઈડ રોમિયો.

જયાએ અખિલેશ પર કર્યો હુમલો
વળી, આઝમ ખાનના નિવેદન પર સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા બચાવ કરાવા પર જયાપ્રદાએ કહ્યુ કે જેવા રાજા એવી પ્રજા. તેમણે પોતાના પિતાનુ સમ્માન નથી કર્યુ અને આઝમ ખાનનો બચાવ કરે છે. ભાજપ સાંસદોને બદતમીઝ કહે છે. આ તો ઉલ્ટા ચોર કોટવાલને ડંડે જેવી વાત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
