જાવેદ અખ્તરે અનોખા અંદાજમાં સરકારને ટોણો માર્યો, કહ્યું-અચ્છે દિન કમબખ્ત આતે હી નહીં
જાવેદ અખ્તરે અલગ અંદાજમાં સરકારને ટોણો માર્યો છે. તેમણે અનોખા અંદાજમાં ટિપ્પણી કરતા કહ્યું કે, અમે સારા દિવસો માટે ઘણી વાર રાહ જોઈ, પરંતુ તે ક્યારેય આવતા નથી.
જયપુર : જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે અલગ અંદાજમાં સરકારને ટોણો માર્યો છે. તેમણે અનોખા અંદાજમાં ટિપ્પણી કરતા કહ્યું કે, અમે સારા દિવસો માટે ઘણી વાર રાહ જોઈ, પરંતુ તે ક્યારેય આવતા નથી. અહીં જાવેદ અખ્તર બોલિવૂડની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. તેમણે બોલિવૂડની પ્રસંશા કરતા કહ્યું કે, દુનિયાના લોકો હોલિવૂડ સ્ટાર્સ કરતાં બોલિવૂડ સ્ટાર્સને વધુ જાણે છે. અહીં તેમણે બોલિવૂડની ઘણી મહત્વની બાબતો પર પોતાનો મત વ્યક્ત કર્યો.

રાજસ્થાનના જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં જાણીતા લોકો પહોંચી રહ્યા છે. આ દરમિયાન જાવેદ અખ્તર સબાના આઝમી સાથે પહોંચ્યા હતા. અહીં તેમણે અચ્છે દિન પર ચર્ચા કરતા કહ્યું કે, અમે સારા દિવસોની રાહ જોઈ છે, પરંતુ સારા દિવસો ક્યારેય આવતા નથી.
જાવેદ અખ્તર અહીં બોલિવૂડની પ્રસંશા કરતા જોવા મળ્યા અને કહ્યું કે, વાર્તાઓ અને ગીતો સાંભળવા અને સંભળાવવી એ આપણા ડીએનએમાં છે. તેમણે આગળ કહ્યું કે, ભારતીય સિનેમા વિશ્વના કોઈપણ સિનેમા કરતા વધુ મજબૂત છે. એ અલગ વાત છે કે તે સમૃદ્ધ દેશ છે અને ત્યાં ફિલ્મોનું બજેટ વધુ છે. તેમણે કહ્યું કે આપણે ફિલ્મોને પ્રેમ કરીએ છીએ. તેમણે ભારતીય ફિલ્મોનું સન્માન કરવાનું કહ્યું અને જણાવ્યુ કે, આપણા દેશની ફિલ્મો વિશ્વના 135 દેશોમાં રિલીઝ થાય છે.
ભારતીય સિનેમાના વખાણ કરતા જાવેદ અખ્તરે કહ્યું છે કે, આપણી ઓળખ બોલિવૂડથી જ છે. તેમણે આગળ જણાવ્યુ કે, જો તમે જર્મની જઈને કહો કે તમે ભારતીય છો તો તમને પૂછવામાં આવશે કે શું તમે શાહરૂખને ઓળખો છો? તેમણે આ ચર્ચા દરમિયાન બોલિવૂડ અને ભારતીય સિનેમાને બચાવવા માટે અપીલ પણ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
