જમ્મુ કાશ્મીરમાં જૈશના ત્રણ આતંકવાદી ઠાર, ઘાટીમાં સુરક્ષાબળોનુ અભિયાન યથાવત
જમ્મુ કાશ્મીરના પુલવામામાં શનિવારે(21 ઓગસ્ટ) સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં શનિવારે(21 ઓગસ્ટ) સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. જેમાં જમ્મુ કાશ્મીર પોલિસના અધિકારીઓએ આ એનકાઉન્ટરની પુષ્ટિ કરી છે. સુરક્ષાબળો પાસેથી મળેલી માહિતી મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ત્રણ આતંકી ઠાર મરાયા છે. જો કે હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે સુરક્ષાબળોને આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી ત્યારબાદ તેમણે દક્ષિણ કાશ્મીરના નાગબેરાન ત્રાલ સ્થિત વન ક્ષેત્રમાં ઉંચાઈવાળા વિસ્તારમાં ઘેરાબંધી કરીને પોતાનુ સર્ચ અભિયાન ચાલુ કર્યુ.

અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કર્યો ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ અને હજુ પણ અથડામણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સ્વતંત્રતા દિવસ પૂર્ણ થઈ ગયા પછી પણ પાકિસ્તાનની હરકતો ચાલુ જ છે. 19 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે આતંકવાદીઓ સાથે અથડામણના એક જૂનિયર કમીશન્ડ અધિકારી (જેસીઓ) શહીદ થઈ ગયા. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે સુરક્ષા બળોને આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ તેમણે સર્ચ અભિયાન શરૂ કર્યુ હતુ.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
