જમ્મુ કાશ્મીરઃ અનંતનાગ અથડામણમાં 2 આતંકી ઠાર, સુરક્ષાબળોનુ ઑપરેશન ચાલુ
જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના તેંગપો ગામમાં ચાલી રહેલ અથડામણમાં સોમવારે સુરક્ષાબળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે.
જમ્મુ કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના તેંગપો ગામમાં ચાલી રહેલ અથડામણમાં સોમવારે સુરક્ષાબળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યુ કે, અનંતનાગ અથડામણમાં 2 આતંકવાદી માર્યા ગયા છે. હાલમાં હજુ પણ ઑપરેશન ચાલુ છે. આ દરમિયાન વધુ બે આતંકવાદીઓના વિસ્તારમાં છૂપાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનંતનાગમાં રવિવારની મોડી રાતે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી. થોડાક કલાકો બાદ સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો.

સોમવારની સવાર પહેલા જમ્મુ કાશ્મીર પોલીસે એક આતંકી માર્યાના સમાચાર આપ્યા હતા. ત્યારબાદ થોડી વાર પછી પોલીસે બીજા આતંકીને માર્યાની સૂચના આપી. પોલીસે કહ્યુ ક રવિવારે રાતે શરુ થયેલી અથડામણ હજુ ચાલુ છે. પોલીસન જણાવ્યા મુજબ વિસ્તારમાં આતંકીઓની હાજરીની સંભાવનના કારણે સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન ચલાવ્યુ છે. માર્યા ગયેલા આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંબંધિત જણાવવામાં આવી રહ્યા છે. હાલમાં પોલીસે બંનેની ઓળખ જાહેર કરી નથી. સૂત્રોનુ કહેવુ છે કે માર્યા ગયેલા બંને આતંકી સ્થાનિક છે.
પોલીસે જણાવ્યુ કે ગયા સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ દરમિયાન જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર દ્વારા શરુ કરવામાં આવેલ એક સંયુક્ત અભિયાનમાં બે અલગ-અલગ અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. શોપિયાં જિલ્લાના દ્રચ વિસ્તારમાં ગયા મંગળવારે રાતે એક અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. ત્યારબાદ શોપિયાંના મૂલૂ વિસ્તારમાં વધુ એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો હતો.
તમને જણાવી દઈએ કે સેનાના જણાવ્યા મુજબ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી ગોળીબાર ચાલુ છે. અથડામણ શરુ થયા બાદ જ 1 આતંવાદી માર્યો ગયો હતો. વળી, આપણો 1 સૈનિક ઘાયલ છે. આતંકી પાસેથી એકે-47 રાઈફલ અને અન્ય હથિયારો જપ્ત કરાયા છે.
#AnantnagEncounterUpdate: 01 more #terrorist killed. #Operation in progress. Further details shall.@JmuKmrPolice https://t.co/5D8d6ZzEF2
— Kashmir Zone Police (@KashmirPolice) October 10, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
