જમ્મુઃ આતંકવાદીઓ પાસેથી ફરી મળી અમેરિકાની ખતરના સ્નાઈપર રાઈફલ M4
આતંકવાદીઓ પાસેથી મળી અમેરિકાની ખતરના સ્નાઈપર રાઈફલ M4
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ સમયે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ છે. હેરાન કરતી વાત એ છે કે મના આતંકવાદીઓ પાસેથી સુરક્ષા બળોને એમ4 રાઈફલ મળી છે. બડગામ સેન્ટ્રલ કાશ્મીરમાં આવે છે અને અહીં પર આતંકવાદીઓ છૂપાયેલા હોવાના સુરક્ષા બળોને અહેવાલ મળ્યા હતા. સેનાએ અહીં કૉર્ડન એન્ડ સર્ચ ઓપરેશન લૉન્ચ કર્યું. સુરક્ષાબળો પર આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં પરિવર્તિત થઈ ગયું. બડગામ એન્કાઉન્ટરમાં સેનાના ચાર જવાનો ઘાયલ થયા છે.

ઓક્ટોબરમાં પહેલીવાર સુરક્ષાબળોને મળી એમ4
મરનાર આતંકવાદી કયા સંગઠન સાથે જોડાયેલ હતા તે અંગે હજુ સુધી કાંઈ માહિતી મળી નથી. પરંતુ એમ4 રાઈફલ મળતાં ક્યાંકને ક્યાંક એ તરફ ઈશારો થઈ રહ્યો છે કે આતંકવાદી જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોય શકે છે. છેલ્લે જૈશ એ મોહમ્મદના મુખ્યા મસૂદ અઝહરના ભત્રીજાને સેનાએ ઓક્ટોબરમાં ઠાર માર્યો ત્યારે પણ એમ4 રાઈફલ મળી હતી. ઉસ્માન હૈદર પુલવામાના ત્રાલમાં થયેલ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

પહેલીવાર મસૂદ અઝહરના ભત્રીજા પાસેથી મળી હતી રાઈફલ
એમ4 એક અમેરિકી રાઈફલ છે અને આ સ્નાઈપર્સની પહેલી પસંદ છે. સુરક્ષાબળ બાડગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયા આતંકવાદીઓનો આ જિલ્લાથી શું સંબંધ છે, એ પતો લગાવવાની કોશિશ કરી રહ્યા છે. જે સમયે ઉસ્માન માર્યો ગયો હતો તે સમયે સરક્ષાબળોને એમ4 અને એકે-47 રાઈફલ્સ ઉપરાંત કેટલોક અન્ય ખતરનાક સામાન પણ મળ્યો હતો. સેનાના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઉસ્માન ઈબ્રાહીમનું મોત સુરક્ષાબળો માટે મોટી જીત છે. ઈબ્રાહીમ ઘાટીમાં સક્રિય જૈશના સ્નાઈપર સ્ક્વૉડનો ડેપ્યૂટી હતો.

ઘાટીમાં સુરક્ષાબળો પર સ્નાઈપર અટેક
જે એન્કાઉન્ટરમાં ઉસ્માન માર્યો ગયો હતો, તે સમયે સુરક્ષાબળોને જે એમ-4 કાર્બાઈન મળી હતી, આતંકવાદીઓએ તેનો ઉપયોગ સુરક્ષાબળો પર સ્નાઈપર અટેક માટે કર્યો હતો. પાછલા વર્ષે સપ્ટેમ્બરથી ઘાટીમાં સુરક્ષાબળો પર સ્નાઈપર હુમલાનો સિલસિલો શરૂ થયો હતો. તે સમયે ત્રણ જવાન એક જ રીતે હુમલામાં ઘાયલ થઈ શહીદ થઈ ગયા હતા. સુરક્ષાબળોએ તે સમયે કહ્યું હતં કે ઘાટીમાં આતંકી હવે પોતાની રણનીતિ બદલી રહ્યા છે. જ્યારે આ હુમલામાં તપાસ થઈ તો આ વાતનો પતો લાગ્યો કે એક જ પેટર્ન પર જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

પાછલા વર્ષે સપ્ટેમ્બરથી સુરક્ષાબળો પર સ્નાઈપર અટેક
ઘાટીમાં પાછલા વર્ષે 18 સપ્ટેમ્બરે પહેલો સ્નાઈપર અટેક થયો હતો. જે બાદ નૌગામમાં સ્નાઈપર હુમલો થયો જેમાં સશસ્ત્ર સીમા બળના જવાન અને સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો. આ હુમલો પણ સ્નાઈપર અટેક જ હતો. ઈન્ટેલીજન્સ એજન્સીઓએ તે સમયે કહ્યું હતું કે જૈશના બે ગ્રુપ જેમાં બે આતંકવાદીઓ સામેલ છે, સપ્ટેમ્બર મહિનામાં ઘાટીમાં તેઓ દાખલ થયા હતા. એજન્સીઓએ માન્યું હતું કે સ્નાઈપર અટેક વાળી ટીમમાં પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ તરફથી ટ્રેનિંગ હાંસલ કરનાર આતંકવાદી સામેલ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
