J&K: ચૂંટણીના ત્રીજા તબક્કા વચ્ચે આતંકીઓ સાથે અથડામણ, 1 ઠાર મરાયો
J&K: ચૂંટણીના ત્રીજા તબક્કા વચ્ચે આતંકીઓ સાથે અથડામણ, 1 ઠાર મરાયો
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પુલવામાના બબગુંડમાં ચાલી રહેલ મુઠભેડમાં સુરક્ષાબળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. સુરક્ષાદળો મુજબ પુલવામાની આજુબાજુ કેટલાય આતંકવાદીઓ છૂપાયેલા છે. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હાલ સંઘર્ષ ચાલી રહ્યો છે. ઘાટીમાં ચાલી રેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અડચણ પેદા કરવા માટે આતંકવાદીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

અગાઉ બારામૂલાના સોપોરમાં શુક્રવારે રાત્રે આતંકવાદીઓએ પોલીસકર્મીના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી હતી. પોલીસકર્મીનું નામ જાવેદ અહમદ જણાવવામાં આવી રહ્યું છે, જે જમ્મૂ કાશ્મીર પોલીસમાં એસપીઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જમ્મુ અે કાશ્મીર પોલીસ સેવામાં રહેતા જાવેદે કેટલાય ગ્રાઉન્ડ રિપોર્ટને અંજામ આપ્યો હતો.
જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ત્રીજા તબક્કામાં શનિવારે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે જિલ્લાના 96 વોર્ડમાં મતદાન શરૂ થઈ ગયું છે. 365 ઉમેદવારના ભાગ્યનો ફેસલો 1,93,990 મતદાતા કરશે.
આ પણ વાંચો- Me Too મામલાની સુનાવણી માટે બનશે રિટાયર્ડ જજોની કમિટીઃ મેનકા ગાંધી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
