પુલવામાઃ સેનાને મોટી સફળતા, હિઝબુલનો આતંકી રિયાઝ નાઈકુ ઠાર મરાયો
જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ અવંતિપોરામાં હિઝબુલ મુજાહિદ્દીનના ટૉપ કમાંડર રિયાઝ નાઈકૂને ઠાર માર્યો છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ અવંતિપોરામાં હિઝબુલ મુજાહિદ્દીનના ટૉપ કમાંડર રિયાઝ નાઈકૂને ઠાર માર્યો છે. નાઈકૂને રાતે જ સુરક્ષાબળોએ ઘેરી લીધા હતા. પુલવામાના અવંતિપોરામાં થયેલા એનકાઉન્ટરમાં નાઈકૂ ઉપરાંત અમુક બીજા આતંકીઓને ઘેરી રાખ્યા હતા જેમાં જૈશના આતંકી પણ હતા. નાઈકૂનુ ઠાર થવુ સુરક્ષાબળો માટે મોટી સફળતા છે. વળી, ઘાટીમાં હિઝબુલનો સૌથી મોટી ઉંમરનો કમાન્ડર હતો જેની શોધ છેલ્લા અઢી વર્ષથી સુરક્ષાબળોને હતી. ઘાટીમાં મંગળવાર રાતથી ત્રણ અલગ અલગ જગ્યાઓએ એનકાઉન્ટર ચાલી રહ્યુ છે.

એકસાથે ત્રણ એંટી-ટેરર ઑપરેશન્સ
પુલવામાના અવંતિપોરામાં થયેલા એનકાઉન્ટરમાં નાઈકૂ ઉપરાંત અમુક બીજી ગતિવિધિઓને ઘેરવામાં આવી હતી. જેમાં જૈશના આતંકી પણ હતા. નાઈકૂના ઠાર થવાથી સેના અને સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. તે ઘાટીમાં હિઝબુલનો સૌથી મોટી ઉંમરનો કમાંડર હતો જેની શોધ છેલ્લા અઢી વર્ષથી સુરક્ષાબળોને હતી. નાઈકૂ એક મોસ્ટ વૉન્ટેડ આતંકી છે જેને જીવતો કે મરેલો પકડવા પર 12 લાખ રૂપિયાનુ ઈનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલિસે આ વાતની પુષ્ટિ મોડી રાતે કરી હતી કે ટૉપ ટેરરિસ્ટ કમાન્ડરને પુલવામા એનકાઉન્ટમાં ઘેરી લેવામાં આવ્યો છે.
ઈન્ડિયન આર્મી તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે વધુ એક એનકાઉન્ટર ખીરયુમાં ચાલી રહ્યુ છે તેમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. વધુ બીજા આતંકી અહીં છૂપાયા છે એક આતંકીને અવંતિપોરના સરસૈલમમાં ઠાર કરવામાં આવ્યો છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. મંગળવારે સેનાના વિશેષ ઈન્ટેલીજન્સ મળી હતી જેમાં આતંકીઓ છૂપાયા હોવાની વાત કહેવામાં આવી હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીર પોલિસ, સેના અને સીઆરપીએફ તરફથી એક જોઈન્ટ ઑપરેશન્સ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
