જમ્મુ-કાશ્મીરના 3 કર્મચારીઓ ટર્મિનેટ, આતંકવાદી સમૂહો સાથે કરી રહ્યા હતા કામઃ સૂત્ર
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર સરકારે કથિત રીતે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે કામ કરવા અને આતંકવાદીઓને લોજિસ્ટિક્સ પૂરા પાડવા, આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા, આતંકવાદી નાણાં ઉભા કરવા અને અલગાવવાદી એજન્ડાને આગળ વધારવા માટે 3 કર્મચારીઓને સેવાઓમાંથી કાઢી મૂક્યા છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યુ હતુ.
કાશ્મીર યુનિવર્સિટીના પબ્લિક રિલેશન ઓફિસર (પીઆરઓ) ફહિમ અસલમ, રેવન્યુ ઓફિસર મોરબ્બત હુસૈન અને પોલીસ કૉન્સ્ટેબલ અરશદ અહેમદને બરતરફ કરી દેવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર સરકારે ત્રણ કર્મચારીઓને તેમની નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણ કર્મચારીઓ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન માટે કામ કરતા હતા અને તેઓ આતંકવાદીઓને મદદ કરતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય જવાનો આતંકવાદીઓને ઘાટીમાં તેમની વિચારધારા ફેલાવવામાં મદદ કરી રહ્યા હતા, આતંકવાદી ગતિવિધિઓ માટે નાણાં એકત્ર કરવામાં મદદ કરી રહ્યા હતા જેથી આતંકવાદીઓ ઘાટીમાં તેમના અલગતાવાદી એજન્ડાને આગળ ન વધારી શકે.
મળતી માહિતી મુજબ, કાશ્મીર યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી ફહીમ અસલમ, રેવન્યુ વિભાગમાં કામ કરતા મુરવત હુસૈન મીર અને પોલીસ કૉન્સ્ટેબલ અરશદ અહેમદ થોકરને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ લોકો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે 55 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત સંગઠનોને ફરીથી સક્રિય કરવાનું ષડયંત્ર રચવાના આરોપમાં આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો એક હોટલમાં મીટિંગ કરી રહ્યા હતા, મીટિંગમાં ઘણા અલગતાવાદી નેતાઓ પણ સામેલ હતા. જે બાદ પોલીસે આ લોકોની ધરપકડ કરી હતી.
આ બેઠકમાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હુર્રિયત જેવા પ્રતિબંધિત સંગઠનોને પુનર્જીવિત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા લોકો પાકિસ્તાની હેન્ડલર્સની સૂચના પર કામ કરતા હતા. આ લોકો અલગતાવાદીઓનો એજન્ડા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
