ઓપરેશન ઓલઆઉટમાં સેનાને મોટી સફળતા, 6 આતંકી ઠાર
સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું છે. આ ઓપરેશન હેઠળ આજે સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ આજે બારામુલ્લા અને અનંતનાગમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે.
સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું છે. આ ઓપરેશન હેઠળ આજે સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ આજે બારામુલ્લા અને અનંતનાગમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાબળો અને આંતકવાદીઓ વચ્ચે થયેલી લડાઈમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જયારે અનંતનાગમાં સેના સાથે થયેલી લડાઈમાં ચાર આતંકી માર્યા ગયા છે.

જવાબી હુમલામાં આતંકીઓએ ત્રાસના 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર ગોળીઓ ચલાવી જયારે સુરક્ષાબળો ઘ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આતંકીઓની હાજરી વિશે સૂચના મળ્યા પછી સુરક્ષાબળોએ બારામુલ્લાના કિરી વિસ્તારને ચારે તરફથી ઘેરીને જાંચ અભિયાન શરુ કર્યું તેની સાથે જ આતંકીઓ તરફથી ફાયરિંગ શરુ કરી દેવામાં આવી. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને બે આતંકીઓને ઠાર માર્યા.
આ પણ વાંચો: શ્રીનગર: સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકી ઠાર
આતંકીઓએ ગુરુવારે મોડી સાંજે સેનાના કેમ્પને નિશાનો બનાવ્યો. પુલવામાં જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરુવારે આતંકીઓએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં સેનાનો એક જવાન શહીદ થયો છે. આતંકીઓએ ત્રાલના 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સેનાના કેમ્પને નિશાનો બનાવતા જબરજસ્ત ગોળીબારી કરી. આ ગોળીબારીમાં બે જવાન ઘાયલ થયા છે.
આ પણ વાંચો: આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું મિશન ઓલઆઉટ, જાણો શુ થશે
જયારે વધુ એક જાંચ અભિયાન હેઠળ અનંતનાગ જિલ્લાના અરવાની કુલગામમાં સેના સાથેના એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ માર્યા ગયા છે. આપને જણાવી દઈએ કે બુધવારે શ્રીનગરના નૌગામમાં સુરક્ષાબળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં એમફીલ ડિગ્રી ધારક સહીત હિઝબુલ મુજાહિદીનના 2 આતંકીઓ માર્યા ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
