Jammu Kashmir Exit Polls 2024 : કોણ છે રાશિદ એન્જિનિયર? કાશ્મીરમાં બની શકે છે કિંગ મેકર
Jammu Kashmir Exit Exit Polls 2024 : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને સામે આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રન્સની સરકાર બનતી જોવા મળી રહી છે.
જો કે કેટલાક એક્ઝિટ પોલમાં કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે. જમ્મુ ક્ષેત્રમાં બીજેપી માટે સારા સમાચાર છે તો કાશ્મીર ઘાટીમાં બીજેપી કંઈ ખાસ નથી કરી રહી.

આંકડાઓ સામે આવ્યા બાદ દાવો કરવામાં આવી રહ્યો છે કે સત્તાની ચાવી બારામુલ્લાના સ્વતંત્ર સાંસદ એન્જિનિયર રાશિદના હાથમાં આવી શકે છે
સી-વોટર અનુસાર, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનને જમ્મુ અને કાશ્મીરમાં 90 બેઠકોમાંથી 40 થી 48 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલના અંદાજ મુજબ આ બહુમત માટે જરૂરી 46 બેઠકો કરતાં ઓછી પણ સીટો મળી શકે છે.
આ અંદાજમાં અન્યોને 6 થી 10 બેઠકો આપવામાં આવી છે, જેમાં રાશિદના અવામી ઇત્તેહાદ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોની મોટી ભૂમિકા મનાય છે. આ સ્થિતિમાં શક્ય છે કે 8 ઓક્ટોબરે મતગણતરી બાદ એન્જિનિયર રાશિદ કિંગમેકરની ભૂમિકામાં આવી શકે.
જો કે, એક્ઝિટ પોલ કરતાં બીજેપી માટે રસ્તો વધુ મુશ્કેલ છે. પાર્ટીને માત્ર 27 થી 32 સીટો જ મળતી જોવા મળી રહી છે. સાથે જ પીડીપીને પણ 6 થી 12 સીટો મળવાની આશા છે.
છેલ્લા રાઉન્ડના મતદાન બાદ નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા અને પીડીપીના મહેબૂબા મુફ્તીના સૂર જે રીતે બદલાયા છે, તે મુજબ એનસી, કોંગ્રેસ અને પીડીપી સાથે મળીને સરકાર બનાવી શકે છે. આવુ થયુ તો બીજેપી માટે મોટો ઝટકો હશે.
એક્ઝિટ પોલના આંકડા પર નજર કરીએ તો નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને 38.7%, ભાજપને 22.9%, PDPને 10.2% અને અન્યને 28.2% મત મળી શકે છે. કાશ્મીર વિભાગની 47 બેઠકો માટેના અંદાજો દર્શાવે છે કે કુલ 39.3% મત અન્યને જશે અને તેમાં થોડો ફેરફાર પણ અંતિમ પરિણામો પર મોટી અસર કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
