Jammu Kashmir Exit Polls 2024 : કાશ્મીર ઘાટીમાં બીજેપીથી શું ભુલ થઈ? જાણો કેમ હારી રહી છે ચૂંટણી?
Jammu Kashmir Exit Polls 2024 : ખેડૂતો, જવાનો અને ખેલાડીનો ભારે વિરોધ સહન કરી રહેલી બીજેપીને કાશ્મીરીઓ પણ બહારનો રસ્તો દેખાડી શકે છે.
એક્ઝિટ પોલ અનુસાર, સત્તા માટે હવાતિયા મારતી બીજેપી આ વખતે પણ સત્તામાંથી બહાર રહી શકે છે.

એક્ઝિટ પોલ અનુસાર, જમ્મુ ક્ષેત્રમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બની રહી છે તો બીજી તરફ કાશ્મીર ઘાડીમાં સિંગલ આંકડામાં સીટો માંડ આવી શકે છે.
જમ્મુ અને કાશ્મીરની 90 વિધાનસભા સીટોમાંથી 47 કાશ્મીર ક્ષેત્રમાં અને 43 જમ્મુ ક્ષેત્રમાં છે. ભાજપે જમ્મુની તમામ બેઠકો પર ચૂંટણી લડી હતી અને કાશ્મીર ખીણની 24 બેઠકો પર ઉમેદવારો ઊભા કરવાની તૈયારી પણ કરી હતી. પરંતુ આખરે માત્ર 19 ઉમેદવારોને જ મેદાનમાં ઉતાર્યા છે.
દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે ભાજપ કાશ્મીર ખીણની તમામ બેઠકો પર ચૂંટણી લડીને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન વિરોધી મતોને વહેંચવા દેવા માંગતી નહોતી.
એવી પણ આશા હતી કે જો પોતે મેદાનમાં નહીં હોય તો ભાજપ વિરોધી મતો એનસી-કોંગ્રેસ ગઠબંધન, પીડીપી અને નવા પક્ષો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે વહેંચાઈ જશે. આનાથી ભાજપ વિરોધી મતો એનસી-કોંગ્રેસ ગઠબંધનની તરફેણમાં એકીકૃત થતા અટકશે અમને નુકસાન કરશે.
મહેબૂબા મુફ્તીની પીડીપી શરૂઆતથી જ આ ચૂંટણીમાં અસરકારક નથી દેખાઈ. સ્થાનિક ચૂંટણીઓ થઈ રહી હોવાથી તેની પાસે પોતાનો ટેકો પાછો મેળવવાની તક પણ હતી.
ભાજપની રણનીતિની સૌથી મોટી આશા અલ્તાફ બુખારીની પોતાની પાર્ટી, સજ્જાદ લોનની પીપલ્સ પાર્ટી, ગુલામ નબી આઝાદની પાર્ટી, જમાત-એ-ઇસ્લામી અને એન્જિનિયર રશીદ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને હતી. પાર્ટીને લાગ્યું કે તેમના ખાતામાં વોટ જવાથી એનસી-કોંગ્રેસ ગઠબંધનને નુકસાન થશે.
એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલમાં જણાય છે કે ભાજપની રણનીતિ સંપૂર્ણ રીતે કામ કરી શકી નથી. અન્યને ચોક્કસપણે 19% મત મળ્યા છે. એન્જિનિયર રશીદની પાર્ટી દ્વારા સમર્થિત ઉમેદવારોને 7% વોટ મળ્યા છે. સજ્જાદ લોન અને અલ્તાફ બુખારીની પાર્ટીઓને પણ 3% વોટ મળ્યા છે અને PDP પણ 9% વોટ એકત્રિત કરવામાં સફળ રહી છે.
જો કે આટલા મતોનું વિભાજન થવા છતાં કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને CPMના ગઠબંધનને 38% મત મળ્યા છે અને ભાજપ પોતે 21% મતો પર અટકી ગઈ છે.
આ આંકડા સમગ્ર જમ્મુ અને કાશ્મીરના છે. ફક્ત કાશ્મીર ખીણના આંકડાઓ જોઈએ તો ભાજપે તેના માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરી હતી. સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, અપક્ષ અને અન્ય ઉમેદવારોને ભાજપની અપેક્ષા મુજબ 39.3% મળ્યા છે, પરંતુ નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને CPM ગઠબંધન હજુ પણ 41.1% મત મેળવવામાં સફળ રહ્યા છે.
બીજી તરફ પીડીપીને ખીણની સીટો પર 16.6% મત મળ્યા છે. ભાજપે જે 19 બેઠકો પર ચૂંટણી લડી ત્યાં તેને માત્ર 3% મત મળ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અહીં ટોટલ નિષ્ફળ રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
