જમ્મુ કાશ્મીરઃ બાંદીપોરામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ, 1 આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ
જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સોમવાર(11 ઓક્ટોબર)ના રોજ સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે.
શ્રીનગર(જમ્મુ અને કાશ્મીર): જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સોમવાર(11 ઓક્ટોબર)ના રોજ સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. થોડી વાર સુધી ફાયરિંગ થયા બાદ સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. જમ્મુ કાશ્મીર પોલિસે આ વિશે માહિતી આપી છે. સેનાએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી છે. કાશ્મીર ઝોન પોલિસના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ, 'બાંદીપોરાના ગુંડજહાંગીર હાજિન વિસ્તારમાં અથડામણ શરૂ થઈ ગઈ છે. પોલિસ અને સુરક્ષાબળ બંને સંયુક્ત રીતે મોરચો સંભાળી રહ્યા છે.'

આઈજીપી કાશ્મીર વિજય કુમારે આતંકીના માર્યા જવાની પુષ્ટિ કરીને કહ્યુ કે આ એ જ આતંકી હતો જેણે શાહગુંડમાં સૂમો ચાલકની હત્યા કરી હતી. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષાબળોનુ સર્ચ ઑપરેશન પણ ચાલુ છે. આઈજીએ જણાવ્યુ કે આતંકીની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ ડાર તરીકે થઈ છે જે પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા(ટીઆરએફ) સાથે જોડાયેલો હતો. ઈમ્તિયાઝ હાલમાં જ શાહગુંડમાં સામાન્ય નાગરિકની હત્યામાં શામેલ હતો. તમને જણાવી દઈએ કે બાંદીપોરામાં આ બીજુ એનકાઉન્ટર છે. આ પહેલા કોકરનાગમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારની રાતે જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળોએ એક અજ્ઞાત આતંકીને ઠાર માર્યો હતો. આતંકી સાથે અથડામણમાં એક પોલિસકર્મી પણ ઘાયલ થઈ ગયો છે. આતંકીઓ સામે ઑપરેશન ચાલુ છે. એક પિસ્ટલ અને એક ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યા છે.
#UPDATE | One unidentified terrorist killed in Bandipora encounter. Search going on. Further details shall follow: Jammu and Kashmir Police
— ANI (@ANI) October 11, 2021
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
