જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં અથડામણ ચાલુ, સુરક્ષાબળોએ લશ્કર કમાંડર મુસ્તાક ખાંડેને ઘેર્યો
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે સવારથી અથડામણ ચાલુ છે.
પુલવામાઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે સવારથી અથડામણ ચાલુ છે. કાશ્મીર ઝોન પોલિસના જણાવ્યા મુજબ સુરક્ષાબળોએ હિટ લિસ્ટમાં શામેલ ટૉપ 10 આતંકવાદી અને લશ્કર કમાંડર ઉમર મુસ્તાક ખાંડેને ઘેરી લીધો છે. કાશ્મીર આઈજી વિજય કુમારે જણાવ્યુ કે લશ્કર કમાંડર ઉમર મુસ્તાક ખાંડે જમ્મુ કાશ્મીર પોલિસ દ્વારા તૈયાર કરવામાં આવેલ લિસ્ટમાં ટૉપ 10માં હતો. હવે તે પંપોર અથડામણમાં ફસાઈ ગયો છે.

કાશ્મીર આઈજી વિજય કુમારે કહ્યુ કે લશ્કર કમાંડર ઉમર મુસ્તાક ખાંડે બઘાટ, શ્રીનગર અને અન્ય આતંકવાદી ગુનામાં શામેલ હતો. મુસ્તાક ખાંડે પર બે જમ્મુ કાશ્મીર પોલિસની હત્યામાં પણ શામેલ હોવાનો આરોપ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુસ્તાકે સાકિબ સાથે મળીને પોલિસકર્મીઓને નિશાન બનાવ્યા હતા. આ આતંકીઓએ બારાજુલ્લા વિસ્તારના ભગતમાં પોલિસ પાર્ટી પર ફાયરિંગ કરી દીધી હતી. આ ફાયરિંગમાં બે પોલિસકર્મી શહીદ થઈ ગયા હતા. આ બંને જવાન જમ્મુ કાશ્મીર પોલિસના હતા. આ આતંકી હુમલો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. વળી, આતંકી ઘટનાને અંજામ આપીને ભાગી ગયો હતો. સાકિબ મંજૂર ધ રેજિસ્ટન્સ ફ્રંટ(ટીઆરએફ) સાથે જોડાયેલો છે. તે શ્રીનગરના બારજુલાના બાગહાટ વિસ્તારનો જ રહેવાસી છે.
LeT commander Umar Mustaq Khandey, one of the top 10 targets of J&K police & who was involved in the killing of two police personnel at Baghat, Srinagar & other terror crimes, is trapped in Pampore encounter: Kashmir IG Vijay Kumar
— ANI (@ANI) October 15, 2021
(File photo) pic.twitter.com/B31M82p3v5
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
