પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર પોલિસે એનકાઉન્ટની માહિતી આપીને કહ્યુ હતુ કે આ એનકાઉન્ટર પુલવામા જિલ્લાના કસ્બા યાર વિસ્તારમાં ચાલી રહ્યુ છે. સુરક્ષાકર્મીઓને એ વાતની માહિતી મળી હતી કે વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા છે ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધુ અને એનકાઉન્ટર શરુ થઈ ગયુ. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છૂપાયા છે.

નોંધનીય વાત એ છે કે સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે સતત ફાયરિંગ થઈ રહ્યુ છે. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સેનાએ વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દીધી છે. સુરક્ષાકર્મી એ કોશિશ કરી રહ્યા છે કે આતંકવાદીઓ આત્મસમર્પણ કરી દે પરંતુ હજુ સુધી આતંકવાદીઓ સતત ફાયરિંગ કરી રહ્યા છે જેનો સુરક્ષાકર્મીઓ જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે આ વર્ષે ડઝનેક એનકાઉન્ટર થઈ ચૂક્યા છે. અત્યાર સુધી થયેલા એનકાઉન્ટરમાં 40 નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 72 સામાન્ય લોકો આ એનકાઉન્ટરમાં ઘાયલ થઈ ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયે આ એનકાઉન્ટરની માહિતી આપીને લોકસભામાં કહ્યુ હતુ કે પોલિસ સહિત સુરક્ષાબળોના 35 જવાન આ એનકાઉન્ટરમાં ઠાર મરાયા છે જ્યારે 86 જવાન ઘાયલ થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
