જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના 6 ઉમેદવાર ફાઈનલ, નેશનલ કૉન્ફરન્સ સાથે 3 સીટો પર ફસાયો પેચ
Jammu Kashmir Assembly Election 2024: જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ કૉન્ફરન્સ 52 અને કોંગ્રેસ 38 સીટો પર ચૂંટણી લડી શકે છે.
જોકે, નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી થઈ નથી, કોંગ્રેસે છ ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન પેનલે શુક્રવારે મીટિંગમાં 9 નામો પર ચર્ચા કરી હતી, જેમાંથી 6 નામોને મંજૂરી આપવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, કોંગ્રેસ શનિવારે (24 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનના એક દિવસ બાદ શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં 9 નામોની ચર્ચા થઈ હતી જેમાંથી 6 ઉમેદવારોને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. સીટો અને ઉમેદવારોને લઈને ચાલી રહેલા મંથન વચ્ચે નેશનલ કૉન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં મોટાભાગની વિધાનસભા સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે સમજૂતી થઈ ગઈ છે. કેટલીક બેઠકો પર સંમતિ માટે વાટાઘાટો ચાલી રહી છે.
શુક્રવારે કોંગ્રેસે 6 ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા હતા, બીજી તરફ નેશનલ કૉન્ફરન્સના ઉમેદવાર સકીના ઇટુએ ડીએચ પોરા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન સકીના સાથે હાજર ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે સીટોની વહેંચણીને લઈને ઘણી હદ સુધી સહમતિ સધાઈ ગઈ છે. અમે કેટલીક બેઠકો પર અડગ છીએ અને સ્થાનિક કોંગ્રેસના નેતાઓ કેટલીક બેઠકો પર અડગ છે.
તમને જણાવી દઈએ કે 22 ઓગસ્ટે ગઠબંધનની જાહેરાત કરનાર કોંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ વચ્ચે હજુ પણ કેટલીક સીટો પર જંગ છે. ત્રણ બેઠકોના નામ ચર્ચામાં છે. જેમાં નગરોટા, વિજયપુર અને હબ્બા કદલની બેઠકોનો સમાવેશ થાય છે. આ અંગે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. કુલ 90 બેઠકો માટે મતદાન થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
