જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 110 કરોડપતિ, 36 પર ક્રિમિનલ કેસ
Jammu Kashmir Assembly Election 2024: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતીકાલે 18મી સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જેમાં 23.27 લાખ મતદારોનો સમાવેશ થશે.
પ્રથમ તબક્કાની 24 બેઠકોમાંથી 8 બેઠકો જમ્મુ વિભાગની છે અને 16 બેઠકો કાશ્મીર ખીણમાં છે. મહત્તમ 7 બેઠકો અનંતનાગમાં છે અને ઓછામાં ઓછી 2 બેઠકો શોપિયાં અને રામબન જિલ્લામાં છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 9 મહિલા અને 92 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. 110 ઉમેદવારો કરોડપતિ છે જ્યારે 36 સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
મહેબૂબા મુફ્તી પરિવારની ગઢ ગણાતી બિજબેહરા સીટ પણ આ તબક્કામાં છે. અહીં પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા પહેલીવાર ચૂંટણી લડી રહી છે. મહેબૂબા અને તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ સીએમ રહી ચૂક્યા છે.
જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થશે. 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. 2014ની ચૂંટણીમાં પીડીપીને સૌથી વધુ 28 અને ભાજપને 25 બેઠકો મળી હતી. બંને પક્ષોએ સાથે મળીને સરકાર બનાવી હતી.
પ્રથમ તબક્કામાં અનંતનાગની 7, પુલવામાની 4, કુલગામ, કિશ્તવાડ અને ડોડાની 3-3, શોપિયાં અને રામબનની 2-2 બેઠકો પર મતદાન થશે. ડોડા, રામબન અને કિશ્તવાર જિલ્લાઓ જમ્મુ વિભાગમાં આવે છે જ્યારે અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાં કાશ્મીર વિભાગમાં આવે છે. પુલવામાની પમ્પોર સીટ પર સૌથી વધુ 14 ઉમેદવારો છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના 219 ઉમેદવારોના એફિડેવિટના આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. ADRના રિપોર્ટ અનુસાર, ફેઝ-1ના 219 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 3 કરોડ રૂપિયા છે.
219માંથી 50% એટલે કે 110 ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પાસે 21માંથી 18 ઉમેદવારો કરોડપતિ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
