અનંતનાગમાં મોટુ આતંકી ષડયંત્ર નિષ્ફળ, 11 શંકાસ્પદ આતંકવાદીઓની પકડાયા
જમ્મુ કાશ્મીરની પોલિસે મંગળવારે બે ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરની પોલિસે મંગળવારે બે ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ બંને મૉડ્યુલ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે. પોલિસે અનંતનાગ જિલ્લામાં આ આતંકી સંગઠન સાથે જોડાયેલા 11 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી હથિયાર અને અમુક શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. વરિષ્ઠ પોલિસ અધિકારીઓએ જણાવ્યુ કે અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે જૈશ સાથે જોડાયેલા અમુક આતંકી પોલિસ અને સુરક્ષાબળો પર અનંતનાગમાં ચેકપોઈન્ટ અને અલગ-અલગ છાવણીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે.

શ્રીગુફવાડા ગામમાં સખરાસ ચાર રસ્તા પર સ્થિત એક ચોકી દરમિયાન બાઈક સવાર ત્રણ લોકોને રોકવામાં આવ્યા તો આ લોકો ભાગવાની કોશિશ કરવા લાગ્યા ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા. પોલિસે જણાવ્યુ કે આ લોકોની તપાસ કરવામાં આવી તો તેમની પાસેથી બે ચાઈનીઝ પિસ્તોલ, મેગ્ઝીન અને અન્ય હથિયારો જપ્ત થયા છે.
આ શંકાસ્પદોની પ્રારંભિક પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે લિવર પલહગામના રહેવાસી છે. તેમના નામ અબ્બાલ ખાન, જહૂર ગોવગુર્જી અને હિદાયતુલ્લાહ કુતાય છે. આ લોકોએ જણાવ્યુ કે આ લોકો જૈશ સાથે જોડાયેલ છે અને પાકિસ્તાનમાં બેઠેલા હેંડલર સાથે સીધા સંપર્કમાં છે. આ લોકો તેમના જ ઈશારે કામ કરી રહ્યા છે. આ લોકો શ્રીગુફવારામાં પોલિસ અને સુરક્ષાબળો પર હુમલો કરવા જઈ રહ્યા હતા. ત્યારબાદ આ લોકો અધિકૃત રીતે જૈશ સાથે જોડાયેલા સંગઠન કેએફએફ સાથે જોડાઈ જતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
