જમ્મુ અને કાશ્મીરઃ પુલવામામાં સુરક્ષાબો અને આતંકવાદીઓ વચ્ચે હિંસક અથડામણ
જમ્મુ અને કાશ્મીરઃ પુલવામામાં સુરક્ષાબો અને આતંકવાદીઓ વચ્ચે હિંસક અથડામણ
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. એએનઆઇ મુજબ મંગળવારે સવારે પુલવામાના ગુસો સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ. સુરક્ષાબળોને વિસ્તારમાં આતંકવાદીઓ વચ્ચે છૂપાયા હોવાની સૂચના મળી હતી, જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામા આવ્યું, પરંતુ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કરી દીધું, જે બાદ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ.

સુરક્ષાબળોને સૂચના મળી હતી કે આતંકીઓ ગુસો સેક્ટરના એક ઘરમા છૂપાઇને મોટા ષડયંત્રને અંજામ આપવાની પ્લાનિંગ કરી રહ્યા છે. ગુપ્તચર એજન્સીની જાણકારી બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓફરેશન શરૂ કરવામા આવ્યું, જે બાદ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું. પુલવામા પોલીસના જવાન અને સુરક્ષાબળોએ આતંકવાદીઓ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે.
પુલવામાના ગુસો સેક્ટરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓને ઘેરી રાખ્યા છે. બંને તરફથી તાબડતોડ ફાયરિંગ ચાલુ છે. ત્રણેય આતંકી એક ઘરમાં છૂપાયા છે. સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવવામા આવી રહ્યા છે. તાજા જાણકારી મુજબ બંને તરફથી થઇ રહેલ ફાયરિંગમાં બે જવાન ઘાય થઇ ગયા છે. તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
