જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો, એક આતંકી ઠાર, સર્ચ ઑપરેશન યથાવત
Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં તણાવ વધ્યો છે. 9 જૂને રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલા બાદ ફરી એકવાર કઠુઆમાં આતંકી હુમલો થયો છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર આતંકીઓએ ગોળીબાર કર્યો છે.
આ ફાયરિંગમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. આ અથડામણમાં એક નાગરિક ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે આ એન્કાઉન્ટર ડોડા જિલ્લાના છત્તરગલ્લા વિસ્તારમાં થયું હતું. જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં ઘાટીમાં આ ત્રીજો આતંકી હુમલો છે. પહેલા રિયાસી, પછી કઠુઆ અને હવે ડોડા.
કઠુઆમાં આતંકી હુમલા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અહીં સેના ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગઈકાલે રાત્રે બે આતંકીઓમાંથી એકને સુરક્ષા જવાનોએ ઠાર માર્યો હતો જ્યારે અન્ય આતંકીની શોધખોળ ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરના ADGP આનંદ જૈને કહ્યું કે એક આતંકવાદી માર્યો ગયો છે જ્યારે એક નાગરિક ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. તે ખતરાની બહાર છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે.
કઠુઆ જિલ્લામાં એક ઘરની અંદર આતંકીઓએ ગોળીબાર કર્યા બાદ આ એન્કાઉન્ટર થયું હતું. જે બાદ ડોડા જિલ્લામાં આતંકીઓએ હુમલો કર્યો હતો. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કઠુઆના સૈદા સુખલ ગામમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
