યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું - એમને જમ્મુ કાશ્મીરને આતંકવાદનું ઘર બનાવી દીધું
Jammu and Kashmir assembly election 2024: જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જમ્મુ વિધાનસભા ચૂંટણી 2024 માટે બે તબક્કામાં મતદાન યોજાયું હતું. હવે અંતિમ તબક્કામાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જમ્મુ કાશ્મીરમાં સતત રેલી અને રોડ શો યોજી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ચૂંટણી પ્રચાર કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. તેઓ સાંબા જિલ્લાના સરહદી વિસ્તાર રામગઢમાં એક રેલીને સંબોધિત કરી હતી.
તેમણે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ (NC) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
યોગી આદિત્યનાથે આ પક્ષો પર જમ્મુ-કાશ્મીરને આતંકવાદના કેન્દ્રમાં ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. તેમના મતે, કલમ 370 હટાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણયથી આ ગંભીર પ્રકરણનો નિર્ણાયક અંત આવ્યો છે.
યોગી આદિત્યનાથે રામગઢ અને વિજયપુર વિધાનસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારો દેવેન્દ્ર કુમાર મન્યાલ અને ચંદ્ર પ્રકાશ ગંગા માટે પ્રચાર કર્યો હતો.
આ દરમિયાન જાહેર સભમાં સંબધન આપતા સમયે યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, આ પગલાથી પ્રદેશમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો છે.

આ સભા દરમિયાન યોદી આદિત્યનાથે વચન આપ્યું હતું કે, ભાજપ સરકાર મહારાજા હરિ સિંહના શાસનનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરશે, જેમના શાસન હેઠળ પ્રદેશની સરહદો કાબુલ સુધી પહોંચી હતી. પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરને આતંકવાદના વેરહાઉસમાં ફેરવી દીધું છે.
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની સરકારે કલમ 370 નાબૂદ કરી છે, જેનાથી આતંકવાદની નર્સરી હંમેશ માટે બંધ થઈ ગઈ છે. કોંગ્રેસ પક્ષની ટીકા કરવામાં કોઈ કસર છોડશે નહીં, તેના પર જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુ વિરોધી ભાવના અને આતંકવાદના ફેલાવા માટે કોંગ્રેસને દોષી ઠેરવ્યા છે.
આદિત્યનાથે કહ્યું કે, કોંગ્રેસની નીતિઓએ હિન્દુઓને નબળા પાડ્યા, પરિણામે આતંકવાદમાં વધારો થયો હતો. પાર્ટીએ હિન્દુઓને નબળા પાડવાનું પાપ કર્યું છે, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો વિસ્ફોટ થયો છે. કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે કોંગ્રેસના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરમાં રોજેરોજ આતંકવાદી હુમલાઓ અને વ્યાપક પથ્થરમારો થઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
