ઉરીઃ ભારતીય જવાનોએ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી રહેલા આતંકીને કર્યો ઠાર, એકની ધરપકડ
ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલ એક આતંકવાદીને આપણા સુરક્ષાબળોએ ઠાર મારી દીધો છે.
શ્રીનગરઃ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલ એક આતંકવાદીને આપણા સુરક્ષાબળોએ ઠાર મારી દીધો છે. જ્યારે બીજા આતંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે. સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં બે આતંકવાદીઓ પર સેના દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા આતંકવાદીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલો પાકિસ્તાની આતંકવાદી હાલમાં 18-19 સપ્ટેમ્બરથી ચાલી રહેલ ઘૂસણખોરીની કોશિશનો હિસ્સો હતો.

સૂત્રોએ જણાવ્યુ કે સેના છેલ્લા બે દિવસમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ ઘૂસણખોરો પર કાર્યવાહી કરવામાં સફળ રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે અથડામણમાં અત્યાર સુધી એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો છે જ્યારે સેના અન્યને શોધી રહી છે. આ દરમિયાન નિયંત્રણ રેખા(એલઓસી) પાસે ઉરી સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર દરમિયાન ચાર જવાન ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયા. સેનાએ શનિવારે ઉરી સેક્ટરમાં એલઓસી પર શંકાસ્પદ ગતિવિધિને જોતા ઘૂસણખોર વિરોધી અભિયાન શરૂ કર્યુ.
સૂત્રોનુ કહેવુ છે કે ભારતીય સેના સાથે એક આતંકવાદી અથડામણમાં માર્યો ગયો. વળી, તેના બીજા સાથીએ જીવ બચાવવા માટે ઑપરેશન દરમિયાન સૈનિકો સામે આત્મસમર્પણ કરી દીધુ. અધિકારીઓએ જણાવ્યુ કે છેલ્લા બે દિવસમાં બંને પક્ષો વચ્ચે થયેલા ગોળીબારમાં ચાર સૈનિક ઘાયલ થઈ ગયા. વળી, બીજી તરફ કાશ્મીર ઝોન પોલિસે માહિતી આપી કે 50આરઆરની ટીમ સાથે શ્રીનગર પોલિસે પુલવામાથી બે ઓવર-ગ્રાઉન્ડ વર્ક્સની ધરપકડ કરી છે. બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે આતંકવાદી રિયાઝ સાથરકુંડ(લેફ્ટ. કમાંડર) એ તેને શ્રીનગરના નૌહટ્ટાના રાજોરીકાદલ વિસ્તારમાં છાવણી બનાવવા માટે કહ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
