જલિયાવાલા બાગ નરસંહાર શરમજનક ઘટના હતી: કેમરુન

ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુને અમૃતસરમાં જલિયાવાલા બાગ શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડેવિડ કેમરુને વિઝિટર બુકમાં લખ્યું હતું કે 'જલિયાવાલા બાગ નરસંહાર શરમજનક ઘટના હતી.'
લગભગ એક સદી થઇ ગઇ હોવાછતાં લોકોના દિલમાં આ નરસંહારની જ્વાળા આજેપણ સળગી રહી છે. ડેવિડ કેમરુન બુધવારે અમૃતસર આવી ગયા છે. તેમનું શહીદી સ્થળ જલિયાવાલા બાગમાં જવાનો કાર્યક્રમ છે જ્યાં તે 30 મિનિટ રહેશે અને પોતાના શ્રદ્ધા સુમન અપર્ણ કરશે. તેમની સાથે મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ જશે. આ નૃશંસ હત્યાકાંડ બાદ ગત 94 વર્ષોમાં પ્રથમ તક છે, જ્યારે બ્રિટેનના કોઇ વડાપ્રધાને આ શહીદી સ્થળની મુલાકાત લીધી હોય.
ડેવિડ કેમરુના દિલો દિમાગમાં શું ચાલી રહ્યું છે પરંતુ અમૃતસરના રહેવાસીઓના મનમાં જનરલ ડાયર પ્રત્યે આજેપણ આક્રોશ છે. લોકોની આ પ્રબળ ઇચ્છા છે કે ડેવિડ કેમરુન જનરલ ડાયરના કૃત્ય માટે જલિયાવાલા બાગમાં ઉભા રહીને ભારતીયોની માફી માંગે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 1997માં ઇગ્લેંડની મહારાણી એલિઝાબેથ પણ જલિયાવાલા બાગ આવી હતી, પરંતુ તેમને નરસંહાર માટે માફી માંગી ન હતી. હવે ડેવિડ કેમરુન માફી માંગે છે કે નહી તેના પર દેશની નજર મંડરાયેલી છે.
જલિયાબાગ ઉપરાંત તે લગભગ નવ વાગે શ્રી હરિમંદિર સાહેબ પણ જશે. ડેવિડ કેમરુનના પ્રવાસને ધ્યાનમાં રાખતાં આઠ જિલ્લાની પોલીસ ગોઠવી દેવામાં આવી છે. સવારે સાડા પાંચ વાગે જ જલિયાવાલા બાગમાં કોઇપણ વ્યક્તિને દાખલ થવા દેવામાં નહી આવે. જલિયાવાલા બાગની આસપાસના બધા ભવનો પર પોલીસદળ ગોઠવી દેવામાં આવ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
