જહાંગીરુપુરી હિંસા : હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન અચાનક હિંસા કઈ રીતે ભડકી?
જહાંગીરુપુરી હિંસા : હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન અચાનક હિંસા કઈ રીતે ભડકી?
દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે થયેલી હિંસા દરમિયાન ઘાયલ થયેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આ અથડામણ અંગે અનેક વાત કહી છે, હિંસા દરમિયાન થયેલા ફાયરિંગ અંગે પણ તેમણે વાત કરી છે.

હિંસા દરમિયાન ચાલેલી ગોળીઓથી દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર મેઘાલાલ ઈજાગ્રસ્ત થયા હતા, રવિવારે તેમણે કહ્યું કે હિંસા દરમિયાન સી-બ્લૉક તરફથી ગોળીબાર થયો હતો.
મેઘાલાલે જહાંગીરપુરીમાં થયેલી અથડામણ અંગે તેમણે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, "રવિવારે અહીં એક સરઘસ નીકળ્યું હતું, જેવું તે મસ્જિદ પાસે પહોંચ્યું કે તરત બે જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ."
- દિલ્હીમાં હનુમાનજયંતીની શોભાયાત્રા દરમિયાન બે સમુદાય વચ્ચે અથડામણ, બે પોલીસકર્મી ઘાયલ
- હિંમતનગરમાં રામનવમીના દિવસે અચાનક હિંસા કઈ રીતે શરૂ થઈ, કોણે કર્યો પથ્થરમારો?
ગોળીબાર ક્યાંથી થયો?

મેઘાલાલ આગળ કહે છે કે "થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો પણ બંને જૂથ ત્યાંથી ખસી ગયાં. સરઘસ સાથે આવેલું જૂથ જી બ્લૉક તરફ વળી ગયું અને અને જે જૂથ મસ્જિદ પાસે હતું તે સી બ્લૉક તરફ જતું રહ્યું."
તેમણે આગળ કહ્યું કે "એ બાદ સી બ્લૉક તરફથી પથ્થરમારો થયો, પછી એ જ તરફથી ગોળીબાર પણ થયો. એ પછી લોકો તલવાર લઈને સી બ્લૉક તરફ દોડ્યા."
"આ દરમિયાન મને પણ એક ગોળી વાગી ગઈ, હું તરત જ પીસીઆરમાં હૉસ્પિટલ જતો રહ્યો."
તેમનું કહેવું છે કે હિંસા થઈ એ વખતે ત્યાં હજારો લોકો હતા, ત્યાં પોલીસને એક ટુકડી પણ હતી. પથ્થરમાર દરમિયાન અનેક પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.
- શું તમને મોબાઇલ ફોનનો સતત ઉપયોગ કરવાનું મન થાય છે? તો આ લત કઈ રીતે છોડશો?
- ભારતના પ્રથમ મુસ્લિમ ગૃહમંત્રીની પુત્રીનું અપહરણ, જે કાશ્મીરની કહાણીનું ટર્નિંગ પૉઇન્ટ બન્યું
14 લોકોની ધરપકડ
ઉત્તર-પશ્ચિમ દિલ્હીનાં ડીસીપી ઉષા રંગનાણીએ જણાવ્યું કે જહાંગીરપુરીમાં હિંસા મામલે રવિવારે પાંચ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ બાધ ધરપકડનો કુલ આંક 14 થયો છે.
ઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, શનિવારે હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં કેટલાક પોલીસકર્મચારીઓ પણ ઘાયલ થયા.
પોલીસ અનુસાર, પથ્થરમારો કરાયા બાદ કેટલાંક વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સમાચાર આપ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને જરૂરી પગલાં લેવાની સૂચના આપી હતી.
https://www.youtube.com/watch?v=yMbvGXu-THU
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
