J&K: ઈંટના ભઠ્ઠા પર આતંકીઓએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, બિહારના યુવકનુ મોત, 1 ઘાયલ
કાશ્મીરના બડગામના ચદૂરા વિસ્તારમાં એક ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહેલા 2 બહારના મજૂરો પર આતંકીઓએ ફાયરિંગ કરી દીધુ.
જમ્મુ કાશ્મીરઃ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનુ નામ નથી લઈ રહી. ગુરુવારે કાશ્મીરના બડગામના ચદૂરા વિસ્તારમાં એક ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહેલા 2 બહારના મજૂરો પર આતંકીઓએ ફાયરિંગ કરી દીધુ. બંનેને ઈલાજ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનામાંથી એકે દમ તોડી દીધો. આ માહિતી કાશ્મીર ઝોન પોલિસે આપી.

કુલગામમાં એક બેંક મેનેજરની હત્યા કર્યાના કલાકો પછી આતંકવાદીઓએ આજે કાશ્મીરના બડગામમાં એક પરપ્રાંતિય મજૂરને ગોળી મારીને હત્યા કરી હતી. હુમલામાં અન્ય એક મજૂર ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યુ કે, આતંકવાદીઓએ મધ્ય કાશ્મીર જિલ્લાના ચદૂરા વિસ્તારમાં મેગેરેપોરા ખાતે ઈંટના ભઠ્ઠામાં બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં મૃત્યુ પામેલા મજૂરની ઓળખ બિહારના દિલકુશ કુમાર તરીકે કરવામાં આવી છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને રાત્રે બનેલી આ ઘટનામાં સામેલ આતંકવાદીઓની શોધમાં છે.
ગુરુવારે કુલગામ જિલ્લામાં ઇલ્કવાઇ દેહાતી બેંકના મેનેજર વિજય કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ તાજેતરના મહિનાઓમાં લક્ષ્યાંકિત હત્યાઓની શ્રેણીથી ખળભળાટ મચી ગયો છે. કુમાર રાજસ્થાનનો વતની હતો. આતંકવાદીઓએ બેંક પરિસરમાં કુમારની ગોળી મારીને હત્યા કરી હતી. 1 મેથી ઘાટીમાં આઠમી ટાર્ગેટેડ કિલિંગ અને બિન-મુસ્લિમ સરકારી કર્મચારીની ત્રીજી હત્યા. કાશ્મીરની સ્થિતિ અને લક્ષ્યાંકિત હત્યાઓને લઈને વિવિધ રાજકીય પક્ષોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
