J&K: શોપિયાંમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર
J&K: શોપિયાંમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, પ્રાપ્ત માહિતી મુજબ અથડામણમાં સુરક્ષાબળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા અને ઓપરેશન હજી પણ ચાલુ છે, જણાવી દઈએ કે સુરક્ષા બળોને શોપિયાંના ડિયારૂ ગામમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની ગુપ્ત જાણકારી મળી હતી, જે બાદ સુરક્ષાબળના જવાન ઘટના સ્થળે પહોંચ્યા અને ડિયારૂ ગામને ચારો તરફથી ઘેરી લીધું, એક ઘરમાં છૂપાયેલા આતંકવાદીઓએ ખુદને ઘેરાતા જોઈ ફાયરિંગ શરૂ કરી દીધું હું.

આતંકવાદીઓ છૂપાયા હતા
જણાવી દઈએ કે અગાઉ કિશ્તવાડ જિલ્લામાં સોમવારે આતંકીઓએ પોલીસ પાર્ટીને પોતાનો નિશાન બનાવ્યા. આ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક એસપીઓ શહીદ થઈ ગયા હતા, જ્યારે બીજા ઘાયલ થયા હતા. ઘટના બાદથી જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના જવાનોએ આતંકવાદીઓની તલાશ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.

અઠવાડિયામાં બીજો હુમલો
પાછલા અઠવાડિયે આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીના અનંતનાગ જિલ્લામા સીઆરપીએફની ટીમ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પણ એક સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયો હતો, જ્યારે અન્ય એક જવાન ઘાયલ થઈ ગયો હતો. તે દરમિયાન પણ આતંકી વારદાતને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા.

LOC પર તણાવ યથાવત
કાશ્મીર ઘાટીમાં એલઓસી પર પણ પાછલા કેટલાક સમયથી તણાવ યથાવત છે, ગત શુક્રવારે પાકિસ્તાનના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સીજફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, આ સીજફાયરનો ઉદ્દેશ્ય આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો હતો, જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના આ ઈરાદા પર પાણી ફેવી દીધું હતું. સાથે જ એલઓસી પાર આતંકીઓના લૉન્ચિંગ પેડ અને ગોળા બારૂદના ભંડારને તબાહ કરી દીધા હતા.












Click it and Unblock the Notifications
