J&K: બારામુલામાં અમિત શાહના મંચ પરથી હટાવાઇ બુલેટ પ્રુફ ગ્લાસ શિલ્ડ, કેન્દ્રિય મંત્રીએ શેર કર્યો વીડિયો
ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. બુધવારે તેમણે બારામુલ્લામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન અમિત શાહે સુરક્ષા પ્રોટોકોલ મુજબ સ્ટેજ પર લગાવેલા બુલેટ પ્રૂફ ગ્લાસને હટાવીને કાશ્મીરના લો
ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. બુધવારે તેમણે બારામુલ્લામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન અમિત શાહે સુરક્ષા પ્રોટોકોલ મુજબ સ્ટેજ પર લગાવેલા બુલેટ પ્રૂફ ગ્લાસને હટાવીને કાશ્મીરના લોકો પ્રત્યે વિશ્વાસ દર્શાવવા લોકોને સંબોધન કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, તેઓ જમ્મુ-કાશ્મીરના લોકો સાથે સીધી વાત કરવા માંગે છે.

અમિત શાહના સંબોધન પહેલા બુલેટ પ્રુફ ગ્લાસ હટાવી દેવાનો વીડિયો કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો છે. અમિત શાહે બુલેટ પ્રુફ ગ્લાસ વગર લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે સ્ટેજ પર હાજર અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ કોઈ બુલેટ પ્રૂફ વગર સ્ટેજ પરથી ભાષણ આપ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે અમિત શાહે સ્ટેજ પરથી બુલેટ પ્રુફ કાચની શિલ્ડ હટાવી હતી.
આ પહેલા ગયા વર્ષે જ શ્રીનગરમાં જનસભાને સંબોધતા પહેલા અમિત શાહના સ્ટેજ પરનો બુલેટ પ્રૂફ કાચ હટાવી દેવામાં આવ્યો હતો. બુધવારે બારામુલ્લામાં એક સભાને સંબોધતા અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર આકરા પ્રહારો કર્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદીજીનું શાસન મોડલ વિકાસ અને રોજગાર લાવે છે. જ્યારે ગુપકર મોડલ યુવાનોના હાથમાં પથ્થરો અને બંદૂકો રજૂ કરે છે. મોદીના મોડલ અને ગુપકરના મોડલમાં ઘણો તફાવત છે. મોદી મોડલમાં યુવાનો માટે IIM, IIT, AIIMS અને NEET છે. યુવાનોને શિક્ષિત થવું જોઈએ, પથ્થર નહીં. અમિત શાહે વધુમાં કહ્યું કે, મતદાર યાદી તૈયાર કરવાનું કામ પૂર્ણ થતાં જ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી યોજાશે.
VIDEO: Just before addressing the gathering in #Baramulla, J&K today, Home Minister @AmitShah ji had his bullet proof glass removed. pic.twitter.com/gSMM4uMtMi
— Dr Jitendra Singh (@DrJitendraSingh) October 5, 2022
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
