વટહુકમ પાછો ખેંચવાનો શ્રેય પ્રણવદાને, રાહુલને નહીં: અડવાણી
નવી દિલ્હી, 3 ઓક્ટોબર : કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે કલંકિત નેતાઓને બચાવતા વિવાદીત વટહુકમને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ વિવિધ વિપક્ષીદળો અને ખુદ કોંગ્રેસી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના પર વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે નાટકીય ઢબે આ વટહુકમને પરત લેવાયો અને આખા દેશમાં રાહુલની વાહવાહી થઇ અને વડાપ્રધાન મનમોહન સિંહની ફજેતી. પરંતુ આ વિશે અડવાણીનું કંઇક અલગ જ મંતવ્ય છે.
પરંતુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ વિવાદીત વટહુકમને પરત લેવાનો સંપૂર્ણ શ્રેય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપે છે. લાલકૃષ્ણ અડવાણીએ તેમના બ્લોગ પર આ વિશે લખ્યું છે કે 'વટહુકમ પાછો ખેંચવાનો શ્રેય પ્રણવદાને જાય છે, રાહુલ ગાંધીને નહીં.'
અડવાણી પોતાના બ્લોગ પર લખ્યુ છે કે 'આ વટહુકમના વિરોધ માટે અમારી પાર્ટીના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા માટે ગયા હતા. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી અમારી મુલાકાતમાં અમે રાષ્ટ્રપતિને સમજાવી લીધા હતા કે આ કાયદો ખોટો છે અને તેનાંથી કલંકિત નેતાઓ બચી જશે, એવું થવું જોઇએ નહીં. અને તેઓ માની પણ ગયા હતા.'
અડવાણીએ સોનિયા ગાંધી પર સીધો પ્રહાર કરતા બ્લોગમાં લખ્યું છે કે 'સોનિયાને એ વાતની ખબર પડી ગઇ હતી કે રાષ્ટ્રપતિ તરફથી વટહુકમનો ડ્રાફ્ટ મંજૂરી વગર જ પરત ફરશે. અને એવું થશે તો તેમની સરકારની વધારે ફજેતી થશે. એટલા માટે તેમણે રાહુલ ગાંધીને વિરોધ કરવા માટે મેદાનમાં ઉતાર્યા. પરંતુ તેમણે રાહુલને એવું ના શીખવાડ્યું કે તેમણે કેવીરીતે કરવાનું છે. જેના કારણે રાહુલે વટહુકમનો વિરોધ એવી રીતે કર્યો જેના કારણે તેમની પાર્ટીની અને વડાપ્રધાનની વધારે ફજેતી થઇ ગઇ.'
આ કારણના લીધે અડવાણી વટહુકમ પરત ખેંચાવાનો શ્રેય રાષ્ટ્રપતિને આપે છે. પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગ પર લખેલા આ આર્ટિકલમાં ક્યાંય ભાજપના વિરોધને પણ શ્રેય આપ્યો નથી, જે એક પ્રશ્ન છે. કારણ કે બીજેપી નેતાઓએ રાષ્ટ્રપતિના ગળે એ વાત ઉતારી હતી કે આ વટહુકમ દેશહિતમાં નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
