ITR ફાઇલ કરવાની તારીખ નહી વધે, આજે છેલ્લી તારીખ: નાણા મંત્રાલય
આજે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી લોકો પાસે તેમનો ITR ફાઈલ કરવાનો સમય છે. ત્યારપછી ITR ફાઈલ કરવા પર દંડ લાગશે. આ દરમિયાન રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે
આજે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી લોકો પાસે તેમનો ITR ફાઈલ કરવાનો સમય છે. ત્યારપછી ITR ફાઈલ કરવા પર દંડ લાગશે. આ દરમિયાન રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આવકવેરા રિટર્નની તારીખ લંબાવવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે અમે ભૂતકાળમાં ઘણી વખત તારીખ લંબાવી છે, તેથી હવે તારીખ લંબાવવાનું કોઈ યોગ્ય કારણ નથી.

આજે 20 લાખથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા
તરુણ બજાજે કહ્યું કે અત્યાર સુધી ITR ફાઇલ કરવાનું કામ સરળતાથી ચાલી રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધી કુલ 5.62 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. તરુણ બજાજે જણાવ્યું કે, માત્ર આજે જ 20 લાખથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. તરુણ બજાજના જણાવ્યા અનુસાર આ વર્ષે 60 લાખ વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

દરેક વ્યક્તિ ITR ભરી દે- આવકવેરા વિભાગ
આવકવેરા વિભાગે પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે સવારે 10.30 થી 11.30 વચ્ચે લગભગ 1 કલાકમાં 2.15 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે અને આ રીતે આજે સાંજે 4 વાગ્યા સુધી 5.62 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે બાકીના કરદાતાઓને આજે જ તેમની ITR ફાઈલ કરવાની અપીલ કરી છે.
|
જાણો કેવી રીતે દંડ વસૂલવામાં આવશે
તમને જણાવી દઈએ કે આજે નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે અને જો કોઈ આજે 12 વાગ્યા સુધી ITR ફાઈલ નહીં કરે તો તેને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો તમે 31 માર્ચ, 2022 પછી આકારણી વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે, તો તમારે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
