મહારાષ્ટ્ર ચૂંટણીમાં આ 7 મુદ્દાઓ પર ટકેલી છે હાર-જીત
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આ વખતે કોઇ ને કોઇ ઇતિહાસ ઘડી શકે છે. આ ઇતિહાસ હાર અથવા જીત બંનેમાં હોઇ શકે છે. મહારાષ્ટ્રમાં જ્યારથી શિવસેના-ભાજપ અને કોંગ્રેસ એનસીપીનું ગઠબંધન તૂટ્યું છે મુકાબલો પંચકોણમાં થઇ રહ્યો છે. એનસીપી અને શિવસેના પહેલાંથી જ વધુ મજબૂત સ્થિતીમાં જોવા મળી રહી છે.
ભાજપ પાસે કોઇ મરાઠી અને મહારાષ્ટ્ર રણ ક્ષેત્રના દિગ્ગજ ચહેરા રહ્યાં નથી. પછી ભલે ભાજપ આ ચૂંટણી પોતાના હકમાં પહેલાંથી માનીને બેસી હોય. પરંતુ સંકેત તો એ વાતના છે કે આ વખતે ઘણા મુદ્દા મહારાષ્ટ્ર ચૂંટણીમાં કામ કરી રહ્યાં છે. જેને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીઓની સમજી વિચારેલી ચાલ પણ ઉલટી પડી શકે છે.

ધર્મ સમુદાય
મહારાષ્ટ્ર જનસંખ્યામાં મરાઠા સમુદાય લગભગ 30 ટકા છે તો બીજી તરફ મુસ્લિમ સમુદાયની જનસંખ્યા 10 ટકા છે. એવામાં લગભગ 40 ટકા મતદારો કોંગ્રેસ-એનસીપી માટે ભાવુક થઇ શકે છે.

શિવાજીના નામનો ઉપયોગ
આ વખતે ભાજપે શિવસેનાના શિવાજી મહારાજનો નારો હાઇજેક કરી લીધો છે. ભાજપ પોતાની રેલીઓમાં ભારત માતા કી જયના નારા ઉપરાંત આ વખતે ભાજપ શિવાજીના નારા લગાવી રહ્યાં છે.

શિવસેનાની યુવા ચાલ
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ વખતે પોતાના ચોવીસ વર્ષીય પુત્ર આદિત્ય ઠાકરેને પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. સ્પષ્ટ છે કે યુવા મતદારો તેનાથી પ્રભાવિત થશે.

ભાજપ અને મોદી
ગોપીનાથ મુંડે બાદ ભાજપની પાસે કેન્દ્રમાં મોદીનો ચહેરો તો છે જેનાથી તે જીત પ્રાપ્ત કરી શકે છે પરંતુ મહારાષ્ટ્રમાં કોઇ મુખ્ય ચહેરા તેમની પાસે નથી. જો નરેન્દ્ર મોદીથી સહાનુભૂતિ ન બતાવી તો મતદારો વોટ અન્ય પાર્ટીઓને આપી શકે છે.

થશે ફાયદો
કહેવામાં આવે છે કે બે લોકોની વચ્ચે લડાઇ થઇ રહી હોય તો ત્રીજો ફાયદો લઇ જાય છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ચૂંટણી થવાની છે. રાજ ઠાકરેએ આ ફાયદાને જોતા કાંદીવલીથી એક ઉત્તર ભારતીય ઉમેદવારને ઉભો કરી દિધો છે. તેનાથી ફાયદો તો થશે જ.

ભીડ અને ભ્રમ
એનસીપી, કોંગ્રેસ, ભાજપ હોય કે શિવસેના, એમએનએસ. પાર્ટીઓને લાગે છે કે ભીડ એકઠી થઇ જવાથી વોટ તેમના હકમાં થઇ જશે. કારણ કે મહારાષ્ટ્રના મુંબઇમાં ઉત્તર ભારતીય લોકોની જનસંખ્યા ખૂબ વધુ છે. શિવસેના અને એમએનએસ તો પહેલાં જ ઉત્તર ભારતીય વિરોધી પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. એવામાં તેમાં ફાયદો એનસીપી, કોંગ્રેસને થઇ શકે છે. ભાજપને એટલા માટે નહી કારણ કે અપ્રત્યક્ષ રીતે શિવસેના ભાજપ સાથે જોડાયેલી છે.

હજુ સુધી પણ રહેશે મુદ્દો
મહારાષ્ટ્ર ચૂંટણીમાં આ વખતે અલ્પસંખ્યક મુદ્દો પણ કામ કરી શકે છે. કારણ કે કોંગ્રેસમાં સરકારમાં રહેતાં મુસ્લિમ સમુદાયને 16 ટકા અનામત લાગૂ કરી. તેનાથી સહાનુભૂતિ એક તરફ જવાની સંભાવના બની રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
