વધુ એક ઐતિહાસિક ઉડાન તરફ ISRO, જાણો કેટલુ મહત્વ છે POEM?
અવકાશ ક્ષેત્રે એક પછી એક મોટા પગલા ભરી રહેલુ ઈશરો હવે એક મોટી સફળતા મેળવવા જઈ રહ્યુું છે. ભારતની અગ્રણી અવકાશ સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આગામી મિશન પર ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલને લોન્ચ કરવા માટે તૈયાર છે. આ રોકેટ ઉપગ્રહો અને પેલોડ સાથે પ્રયોગો માટે એક આંતરિક પ્લેટફોર્મ સાથે ઉડાન ભરશે.
PSLV-C55 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:19 કલાકે લોંચ કરાશે. આ પીએસએલવીની 57મી ઉડાન હશે અને પીએસએલવી કોરનો ઉપયોગ કરનારૂ 16મું મિશન હશે.

PSLV-C55 સિંગાપોરના બે ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં લઈ જશે. આમાંથી એક ભ્રમણકક્ષાના પ્રાયોગિક મોડ્યુલ POEM ને સાથે લઈ જશે. આ મોડ્યુઅલ અવકાશમાં શૂન્યાવકાશમાં પ્રયોગોનું કરવાનું કામ કરશે.
ISRO નું POEM મોડ્યુલનું પૂર્ણ PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ છે. POEM મોડ્યુલ પ્રક્ષેપણ વ્હિકલ PSLV-C55 નો ચોથો તબક્કો છે અને તેનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિકોને ભ્રમણકક્ષામાં પ્રયોગો કરવાની તક આપવાનો છે. ISROના PSLV ના છેલ્લા એટલે કે ચોથા તબક્કાના ભાગનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે, જે સામાન્ય રીતે પ્રક્ષેપણ બાદ નાશ પામે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
