ઇસરોના મંગળયાને મોકલી પૃથ્વીની પહેલી તસવીરો
ચેન્નઇ, 22 નવેમ્બર: લાલ ગ્રહ માટે મોકલવામાં આવેલા ભારતના પહેલા અભિયાન અંતર્ગત મંગળયાને આંધ્ર પ્રદેશના તટ તરફ વધી રહેલા ભીષણ ચક્રવાતી વાવાઝોડાની તસવીરો પાડીને મોકલાવી છે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુવારે અત્રે જણાવ્યું કે મંગળયાને પૃથ્વીની તસવીરોનો પ્રથમ સેટ મોકલ્યો છે. જેમાં ભારતીય ઉપમહાદ્વીપ અને આફ્રિકાના કેટલાંક ભાગોની તસવીરોને કેદ કરી છે. તોફાનની તસવીરો મંગળવારે લીધી હતી, પરંતુ ઇસરોએ ગુરુવારે જાહેર કરી હતી. આ તોફાન આવતીકાલે આંધ્રના તટ પર પહોંચશે.
ઇસરો સૂત્રોએ જણાવ્યું કે અમે અંતરિક્ષયાન પર લાગેલા ઉપકરણોની તપાસ કરી રહી છે. આ તસવીરો માર્સ રિપીટ માર્સ આર્બિટર અંતરિક્ષયાન પર લાગેલા માર્સ કલર કેમેરાથી મંગળવારે બપોરે એક વાગીને 50 મિનિટે 67975 કીમીની ઉંચાઇ અને 3.53 કિમીના રિઝોલ્યૂશનથી લીધેલી છે. એ પૂછવા પર કે શું આ તસવીરોને યોજનાબદ્ધ ખેંચવામાં આવી છે, કારણ કે અભિયાન તો મંગળગ્રહનું છે. સૂત્રોએ જણાવ્યું કે આ મંગળયાન પર લાગેલા ઉપકરણની તપાસનો એક ભાગ છે.
રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સીને એકથી વધારે તસવીરો મળી છે. પરંતુ તેમણે પોતાની અધિકારીક વેબસાઇટ પર આની માત્ર બે જ તસવીરો જાહેર કરી છે. તસવીરમાં ભારતીય ઉપમહાદ્વીપ અને આફ્રિકાના ભાગોને કેદ કરવામાં આવ્યા છે. આ તસવીરોમાં ભારત અને ભારતમાં ગુજરાત ખૂબ રણિયામણું દેખાય છે.
જુઓ તસવીરો...

આવું દેખાય છે ભારત
67975 કીમીની ઉંચાઇ અને 3.53 કિમીના રિઝોલ્યૂશનથી લેવામાં આવેલી તસવીમાં કંઇક આવું દેખાય છે ભારત.

આંધ્ર પ્રદેશ તરફ જઇ રહેલું 'હેલન'
આંધ્ર પ્રદેશના તટીય વિસ્તાર તરફ હેલન નામનું ચક્રવાતી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જે આ તસવીરમાં જોવા મળે છે.

આપણું ગુજરાત...
આ તસવીરમાં આપણું ગુજરાત પણ કંઇ આવું રણિયામણું દેખાય છે.

સાઉદી અરબ અને સાઉથ આફ્રીકા
સાઉદી અરબ અને સાઉથ આફ્રીકાનો કેટલોક વિસ્તાર પણ આ તસવીરમાં કેપ્ચર્ડ થયું છે.

મંગળયાન દ્વારા લેવાયેલ તસવીર
મંગળયાન દ્વારા લેવાયેલ આ એક માત્ર તસવીર ઇસરોએ પોતાની ઓફિસીયલ વેબસાઇટ પર જાહેર કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
