ઈસરોનું EOS-03 મિશન ફેલ, ક્રાયોજેનિક એન્જીનમાં આવી ખરાબી
ઈસરોનું EOS-03 મિશન ફેલ, ક્રાયોજેનિક એન્જીનમાં આવી ખરાબી
ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેંટરથી ઈઓએસ-3 લૉન્ચ કરી દીધો છે. આને સવારે 5.43 મિનિટ પર લૉન્ચ કરવામાં આવ્યો. 18.39 મિનિટ સુધીની યાત્રા ખેડ્યા બાદ ક્રાયોજેનિક એન્જીનમાં કંઈક ટેક્નિકલ ખરાબી આવી ગઈ, જેને કારણે વૈજ્ઞાનિક આંકડા મળતા બંધ થઈ ગયા. આંકડા મળવા બંધ થયા બાદ ઈસરોના વૈજ્ઞાનિકો પર ચિંતા સ્પષ્ટ દેખાવા લાગી. જે બાદ ઈસરોના ચીફ ડૉક્ટર સિવને જાણકારી આપી કે ઈઓએસ-03 મિશન આંશિક રૂપે નિષ્ફળ થઈ ગયું અને તેનું લાઈવ પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યું.
Recommended Video


જીએસએલવી-એફ10 લૉન્ચ કરાયા બાદ સેટેલાઈટને અંતરિક્ષમાં સ્થાપિત કરવાનો હતો. પરંતુ બે તબક્કા બાદ તેમાં કંઈક સમસ્યાઆવી ગઈ અને મિશન પૂરું ના થઈ શક્યું. આ મિશન સફળ થયું હોત તો ભારતને અંતરિક્ષમાં મોટી સિદ્ધિ મળી શકી હોત. આ સેટેલાઈટ અર્થ ઓબ્ઝર્વેશનનું કામ કરત, જેની મદદથી દેશ અંતરિક્ષથી ભારતીય સીમાઓ પર નજર રાખવા, હવામાનની સટીક જાણકારી હાંસલ કરવા અને પ્રાકૃતિકક આપદા પહેલાંની જાણકારી હાંસલ કરવામાં દેશને મદદ મળત. આ સેટેલાઈટ દ્વારા લાઈવ ઈમેજ મળત, જેનાથી જળીય સ્રોત, પાક અને જંગલમાં થઈ રહેલ બદલાવની લાઈવ ઈમેજ દ્વારા જાણકારી મળત. આ સેટેલાઈટનું મિશન પીરિયડ 10 વર્ષનું હોત.
આ સેટેલાઈટ વિશે કહેવાઈ રહ્યું હતું કે ઈઓએસ-03 ઉપગ્રહ એકક દિવસમાં આખા દેશની ચારથી પાંચ વખત તસવીર લેશે, જે હવામાન અને પર્યાવરણ પરિવર્તન સંબંધિત મુખ્ય ડેટા મેકલશે. એટલું જ નહીં, આ EOS-03 ઉપગ્રહ ભારતીય ઉપમહાદ્વીપમાં પૂર અને ચક્રવાત જેવા પ્રાકૃતિક આપદાઓની પણ લગભગ રીયલ ટાઈમ દેખરેખ રાખવામાં સઙમ હશે કેમ કે આ પ્રમુખ પર્યાવરણીય અને મોસમ પરિવર્તનોથી પસાર થાય છે. જણાવી દઈએ કે અગાઉ 28 ફેબ્રુઆરીએ ઈસરોએ વર્ષનું પહેલું મિશનને સફળતાપૂર્વક અંજામ આપ્યું હતું. ભારતનું રોકેટ 28 ફેબ્રુઆરીએ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી પહેલીવાર બ્રાઝીલનો ઉપગ્રહ લઈ અંતરિક્ષમાં રવાના થયું હતું. બ્રાઝીલના અમેજોનિયા 1 અને 18 અન્ય ઉપગ્રહોને લઈને ભારતના પીએસલીવી સી-51એ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી ઉડાણ ભરી હતી. આ અંતરિક્ષ યાનના શીર્ષ પેનલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બનાવવામાં આવી હતી.
ઈસરોનું આ વર્ષનું બીજું મહત્વનું મિશન હતું. સેટેલાઈટ લૉન્ચની તૈયારી બુધવારથી જ ચાલી રહી હતી. જીએસએલવી રોકેટની આ 14મી ઉડાણ હતી. જો કે સ્વદેશી ક્રાયોજેનિક એન્જીનની સાથે જીએસએલવી રોકેટની આ 8મી ઉડાણ હતી, પરંતુ તે નિષ્ફળ થવાથી વૈજ્ઞાનિકોમાં નિરાશા છે. ઉલ્લેખનીય છે કે 1979થી કુલ 37 અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઈટ છોડવામાં આવી ચૂક્યા છે, જેમાંથી બે લૉન્ચ સમયે ફેલ થયા હતાા, જ્યારે આજે ત્રીજું મિશન ફેલ થયું છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
