ચંદ્ર પર વધુ એક મિશનની તૈયારીમાં ઈસરો, જાણો શું છે ઈસરોનું LUPEX મિશન?
ઓછા ખર્ચે ચંદ્રની સૌથી ખૌફનાક જગ્ચા પર ઉતરીને ઈતિહાસ રચ્યા બાદ હવે ઈસરોની નજર ચંદ્ર પર વધુ એક મિશન મોકલવા પર કેન્દ્રિત થઈ છે. હવે ઈસરોએ આ મિશન માટે તૈયારીઓ શરૂ કરી છે.
ચંદ્રયાન-3 ની સફળતા બાદ ઈસરો એવા મિશનમાં કુશળતા વિકસાવી રહી છે જે ચાંદની ધરતી પરથી પૃથ્વી પર નમૂનાઓ સાથે પરત ફવામાં સક્ષમ હશે. અધિકારીઓએ કહ્યું કે, 3 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડરનો હોપ એક્સપેરીમેન્ટ એ દિશામાં લેવાયેલું પગલું હતું.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, ચંદ્રયાન-3 પછી પ્રાપ્ત પરિણામો, ખાસ કરીને સફળ હોપ પ્રયોગ ભવિષ્યના મુન મિશનનો ભાગ હશે. તેમણે કહ્યું કે ચંદ્ર પરના પ્રયોગોના આધારે ઈસરો એવા કાર્યક્રમો તૈયાર કરશે જે નમૂનાઓને પૃથ્વી પર પરત લાવી શકશે.
ઈસરો અનુસાર, હજુ સુધી કોઈ ચોક્કસ સમયસીમા નક્કી નથી કરાઈ. અમે અમારી સિસ્ટમને એવી રીતે વિકસાવવા પર કામ કરી રહ્યા છીએ કે તે રિટર્ન ફ્લાઈટ કરી શકે. હોપ પ્રયોગ આ મોટી યોજનાનું પ્રદર્શન હતું.
હાલ કેટલાક દેશો પાસે આ ક્ષમતા છે. આ ક્રમમાં 3 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડરે 40 સેમીની ઊંચાઈ સુધી પહોંચવા અને ફરીથી નીચે આવવા માટે તેના રોકેટ ચાલુ કર્યા તે એક મહત્વપૂર્ણ પરીક્ષણ હતું.
વિક્રમના હોપ એક્સપરિમેન્ટ મુદ્દે ઈસરોએ તે સમયે કહ્યું હતું કે, વિક્રમે ફરીથી સોફ્ટ લેન્ડ કર્યું છે. વિક્રમ લેન્ડરે તેના મિશનના ઉદ્દેશ્યોને પાર કરી લીધા છે. તે સફળતાપૂર્વક હોપ પ્રયોગમાંથી પસાર થયુ છે.
ઈસરોએ આગળ જણાવ્યુ હતુ કે, કમાન્ડ પર એન્જિન શરૂ કર્યા અને અપેક્ષા મુજબ લગભગ 40 સેમી ઉંચાઈ સુધી પહોંચીને 30-40 સેમીના અંતરે સુરક્ષિત રીતે લેન્ડ કર્યુ.
જણાવી દઈએ કે, ઈસરો મુન મિશન લુનર પોલર એક્સપ્લોરેશન LUPEX પ્રોજેક્ટ માટે જાપાન સાથે કામ કરી રહી છે અને ચંદ્ર અને તેની સપાટી પર પાણી અને અન્ય સંસાધનોની શોધમાં કુશળતા મેળવવા આ પહેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
