ઈઝરાયેલના રાજદૂત કેજરીવાલને મળ્યા, કહ્યું- અરવિંદ કેજરીવાલ મારા પણ મુખ્યમંત્રી
ઈઝરાયેલના રાજદૂત કેજરીવાલને મળ્યા, કહ્યું- અરવિંદ કેજરીવાલ મારા પણ મુખ્યમંત્રી
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. દિલ્હી સરકાર તરફથી સત્તાવાર નિવેદન મુજબ, મુલાકાત બાદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી અને ઈઝરાયેલ માનવતાના કલ્યાણ અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે મળીને કામ કરી શકે છે. નિવેદન મુજબ કેજરીવાલ અને ગિલોને સમય સાથે દિલ્હી અને ઈઝરાયેલ વચ્ચે સંબંધો વધુ ગાઢ કરવાના સંબંધમાં ચર્ચા કરી.

નિવેદનમાં કહેવામાં આવ્યું, "તેમણે બંને દેશોના સંયુક્ત સમૃદ્ધ ઈતિહાસ વિશે વાત કરવાની સાથે જ તેને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. સકારાત્મક પ્રગતિમાં દિલ્હી અને ઈઝરાયેલ કઈ રીતે એકબીજાની મદદ કરી શકે તે દિશામાં પણ વિચાર વિમર્શ કર્યો." નિવેદનમાં ગિલોનનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે, "હું દિલ્હીમાં રહું છું, એવામાં કેજરીવાલ મારા પણ મુખ્યમંત્રી છે. તેમની સાથે મુલાકાત કરી હું બહુ ખુશ છું."
કર્ણાટક સરકારે આ નિરેણય પાછો લઈ લેવો જોઈએ
સમાચાર સામે આવ્યા હતા કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્ણાટકની સ્કૂલના પૂસ્તક દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઘેરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કર્ણાટકમાં શાળાના એક પુસ્તકથી ભગત સિંહ પર આધારિત એક પાઠ હટાવવાને લઈ દક્ષિણી રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે આ પગલું મહાન સ્વતંત્રતા સેનાનીની શહાદતનું અપમાન છે અને કર્ણાટક સરકારે આ નિર્ણય પાછો લઈ લેવો જોઈએ.
કેશવ બલિરામ હેડગેવારનું ભાષણ સામેલ કર્યું
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે દેશ પોતાના શહીદોનું આવી રીતે અપમાન સહન નહીં કરે. તેમણે ભાજપને સવાલ કર્યો કે, 'તેમના લોકો' ભાગત સિંહને આટલી નફરત કેમ કરે છે. ઑલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટૂડેંટ્સ ઓર્ગેનાઈઝેશન અને ઑલલ ઈન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી સહિત કેટલાંક સંગઠનોએ દાવો કર્યો કે કર્ણાટક સરકારે ભગત સિંહ પર આધારિત એક પાઠ સ્કૂલના પુસ્તકમાથી હટાવી દીધો છે તથા દસમા ધોરણની સંશોધિત કન્નડ પાઠ્યપુસ્તકમાં આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારનું ભાષણ સામેલ કર્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
