હેડલી ફરી કહ્યું: ઇશરત હતી આત્મધાતી ફિદાયીન, ભાજપે કહ્યું માફી માંગો
ગુરુવારે આતંકી ડેવિડ હેડલીની વીડિયો કોન્ફર્ન્સ દ્વારા જુબાની આપવાની પ્રક્રિયા વખતે હેડલીએ ગુજરાતના વિવાદિત એન્કાઉન્ટર ઇશરત જહાં મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે ઇશરત એક લશ્કરી આત્મધાતી આંતકી હતી.
નોંધનીય છે કે આ હાઇપ્રોફાઇલ એન્કાઉન્ટરમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહથી લઇને અનેક ઉચ્ચ પોલિસ અધિકારીઓના નામ બહાર આવ્યા હતા. અને સીબીઆઇએ પણ તેને ફેક એનકાઉન્ટર કેસ કરાર આપ્યો હતો. વધુમાં ઇશરતના નામે પણ રાજકારણ રમાયું હતું અને નિતિશ કુમારે તે વખતે ઇશરતને બિહારની દિકરી ગણાવી હતી. જે પણ હવે રાજકારણ ગરમાતા ભાજપના નેતા ગિરીરાજસિંહે નીતિશને માફી માંગવાનું કહ્યું છે.
ત્યારે હેડલીએ શું કહ્યું અને તે વખતે આ મામલે કેવા કેવા આરોપ ગુજરાત અને મોદી સરકાર પર લાગ્યા હતા અને હવે કોનું શું કહેવું છે તે વિષે પળે પળની અને વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ આર્ટીકલમાં...

હેડલી શું કહ્યું
હેડલીએ કહ્યું કે મુંબ્રાની ઇશરત લશ્કર એ તોઇબાની આત્મધાતી ફિદાયીન હતી. તે લોકો સાથે મળીને એક પોલિસ નાકાને ઉડાવાના મિશન પર હતા. અબુ અયમન મઝર આ મહિલા વીંગનો વડો હતો. હેડલી કહ્યું કે મુજામિલ ભટ્ટે ઇશરતના લશ્કરમાં સામેલ હોવાની વાત કીધી હતી. અને તેણે જ તેની મોત વાત પણ કરી હતી.

પહેલા પણ હેડલી સ્વીકારી ચૂક્યો છે આ વાત
નોંધનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા પણ હેડલીએ NIA શિકાગોની જેલમાં ઇશરતના લશ્કર એ તોઇબાના સુસાઇડ બોમ્બરની વાત સ્વીકારી હતી. પણ અમેરિકાના સાથેની સંધિ કારણે આ અંગે પુષ્ટિ કરવામાં નહતી આવી.

કેવી રીતે થયું હતું આ એન્કાઉન્ટર
ગુજરાત પોલિસે 15 જૂને 2004માં ઇશરત અને તેના સાથીદારોને એક એન્કાઉન્ટરમાં મારી નાંખ્યા હતા ગુજરાત પોલિસનો દાવો હતો કે ઇશરત એક આતંકી હતી અને તે મોદી પર આત્મધાતી હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. જો કે સીબીઆઇ આ એન્કાઉન્ટરને ફેક બતાવ્યું હતું.

નિતિશ કહ્યું હતું ઈશરતને બિહારની દિકરી અને શહીદ છે
જો ઇશરતના એન્કાઉન્ટર બાદ દેશના રાજકારણમાં ભારે ઉથલપાથલ થઇ હતી. સપાના નેતા અબુ આઝમીએ ઇશરતના પરિવારને ચેક પણ આપ્યા હતો અને નિતિશ કુમાર જે હાલ બિહારના મુખ્યમંત્રી છે તેમણે ઇશરતને બિહારની દિકરી જણાવીને તેને શહીદ કહી હતી.

પોલિસ અધિકારીની સચ્ચાઇના પુરાવા આતંકી આપે છે : પૃથ્વી
નોંધનીય છે કે આ કેસમાં ડી.જી વણઝારાને આઠ વર્ષ જેલની સજા ભોગવી હતી ત્યારે હેડલીના નિવેદન બાદ તેમના પુત્ર પૃથ્વીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કમનસીબી તો જુઓ કે પોલિસ અધિકારીની સચ્ચાઇના પુરાવા એક આતંકી જોડેથી લેવા પડે છે.

ભાજપ કહ્યું માંગો માફી
હેડલી દ્વારા ઇશરતને આતંકી કહ્યા બાદ ભાજપની ખુશીની કોઇ સીમા નથી રહી. ભાજપના નેતા ગિરીરાજ સિંહે ઇશરતને શહીદ કહેનારા લોકોને માફી મંગાવાનું કહ્યું છે. તો ભાજપ પ્રવક્તા નિતિન કોહલીએ કહ્યું આતંકવાદ કોઇનો સગા નથી અને આતંકનવાદ પર રાજકારણ ના રમાવવું જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે ઇશરત મુદ્દે ભાજપને ફસાવાનો પ્રયાસ કરાયો હતો. પણ સારું છે કે હવે બધી સચ્ચાઇ બહાર આવી ગઇ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
