ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBIએ અમિત શાહને આપી ક્લીન ચિટ
નવી દિલ્હી, 7 મે: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ખાસ માનવામાં આવતાં અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ક્લીન મળી ગઇ છે. અમિત શાહને ક્લીન ચિટ કેન્દ્રિય તપાસ એજન્સી એટલે કે સીબીઆઇએ આપી છે. સીબીઆઇએ કહ્યું કે અમિત શાહ વિરૂદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. સીબીઆઇએ આ મુદ્દે સ્પેશિયલ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે.
સીબીઆઇએ ગત વર્ષે પોતાની પૂરક ચાર્જશીટમાં અમિત શાહને આરોપી બનાવી ક્લીન ચિટ આપી દિધી હતી. ત્યારબાદ એક મૃતક જાવેદના પિતાના વકીલે કોર્ટ પાસે માંગ કરી હતી કે અમિત શાહને આરોપી બનાવવા જોઇએ, જેની સુનાવણી દરમિયાન સીબીઆઇએ ફરી કોર્ટમાં પોતાની વાત પુનરાવર્તિત કરી અમિત શાહ વિરૂદ્ધ આ કેસમાં પુરાવા નથી.
આને સત્યની જીત ગણાવતાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. ભાજપના પ્રવક્તા નિર્મલા સીતારમને કહ્યું 'અમને પહેલાંથી જ ખબર હતી કે અમિત ભાઇ ઉપર કંઇ પણ આરોપ સાબિત નહી થાય. તેમને ક્લીન ચિટ મળવી સ્વભાવિક છે.
એકવાત સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે સીબીઆઇનો દુરૂયોગ કર્યો અને ગત 5-6 વર્ષોમાં અમિત શાહને હેરાન કરવા માટે તેનો ઉપયોગ કર્યો. કેન્દ્ર સરકારનો પર્દાફાશ થઇ ચૂક્યો છે. તેનો હેતુ બસ નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓને નિશાન બનાવવનો હતો. હવે સીબીઆઇ અને સરકારને સ્પષ્ટતા આપવી જોઇએ.'

આ એન્કાઉન્ટર ગુજરાતના અમદાવાદમાં થયું હતું જેમાં ઇશરત જહાં સહિત 4 લોકોના મોત નિપજ્યાં હતા. 15 જૂન 2004ના થયેલા ઇશરત જહાં એન્કાઉન્ટર કાંડમાં મૃત્યું પામેલા ચાર લોકોમાં પ્રણેશ પિલ્લૈનો પણ સમાવેશ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
