લગ્નના 20 દિવસ બાદ સામે આવ્યા ઈશા અંબાણીના હલ્દી રસમના સુંદર ફોટા
વર્ષ 2018ના સૌથી ચર્ચિત અને ભવ્ય લગ્ન એવા દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 20 દિવસ બાદ હવે તેમના હલદી સેરેમનીના ફોટા સામે આવ્યા છે.
વર્ષ 2018ના સૌથી ચર્ચિત અને ભવ્ય લગ્ન એવા દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 20 દિવસ બાદ હવે તેમના હલદી સેરેમનીના ફોટા સામે આવ્યા છે. જાણીતા ડિઝાઈનર સવ્યસાચી મુખર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ઈશા અંબાણી અને આનંદ પીરામલના આ ફોટા શેર કર્યા છે. સવ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલા લહેંગામાં ઈશા અંબાણી કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી. સોશિયલ મીડિયા પર આ ફોટા થોડીક મિનિટોમાં વાયરલ થઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા
ઈન્સ્ટગ્રામ પર શેર કરવામાં આવેલા આ ફોટામાં પહેલા ફોટામાં હસતી જોવા મળી રહેલી ઈશા અંબાણીએ એક ખૂબ જ સુંદર પીળા રંગનો લહેંગો પહેર્યો છે જેને ડિઝાઈનર સવ્યસાચીએ જ ડિઝાઈન કર્યો છે. ગળામાં સજાવેલો હાર અને કાનોમાં મેચિંગના ઝૂમખા ઈશા અંબાણીને એક પ્રિન્સેસનો લુક આપી રહ્યા છે. વળી, બીજા ફોટામાં ઈશા પોતાના પતિ આનંદ પીરામલ સાથે જોવા મળી રહી છે. આ બંને ફોટા માત્ર 3 કલાકમાં જ 75 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ બંને ફોટા ઈશા અંબાણી અને આનંદ પીરામલના પ્રી-વેડિંગ હલ્દી સેરેમનીની છે. બંને ફોટા પર સેંકડોની સંખ્યામાં કમેન્ટ્સ પણ આવી છે.
|
સમાચારોમાં છવાયેલુ રહ્યુ ઈશાનું નવુ ઘર
લગ્ન બાદ ઈશા અંબાણી એ વખતે પણ સમાચારોમાં છવાઈ હતી જ્યારે તેના નવા ઘર અંગે મીડિયામાં સમાચારો આવ્યા હતા. વાસ્તવમાં લગ્ન બાદ ઈશા મુંબઈના વર્લીમા સી-ફેસિંગ બંગલામાં રહે છે જે લગભગ 50 હજાર સ્કવેર ફૂટમાં બનેલો છે. ઈશાના આ નવા આશિયાનાનું નામ ‘ગુલીટા' છે. ઈશાને આ ઘર તેમના સસરાએ લગ્નની ગિફ્ટ તરીકે આપ્યુ હતુ. તેમણે આ બંગલો 2012માં હિંદુસ્તાન યુનિલીવર પાસેથી 62 મિલિયન ડૉલરમાં ખરીદ્યો હતો. આ ઘરને લંડનના જાણીતા એન્જિનિયર એકારસ્લે ઓકાલેગને તૈયાર કર્યો છે. બંગલામાં ત્રણ બેઝમેન્ટ, ઘણાબધા ડાઈનિંગ રૂમ અને આઉટડોર પુલ છે. જો કે ઈશાનું આ નવુ ઘર તેમના પિતા મુકેશ અંબાણીના બંગલા ‘એન્ટીલિયા' થી 8 ગણુ નાનુ છે પરંતુ સુંદરતામાં ક્યાંયથી કમ નથી.

લગ્નમાં શામેલ થયુ હતુ આખુ બોલિવુડ
તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને આનંદ પીરામલના શાહી લગ્ન ગયા 12 ડિસેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં સંપન્ન થયા હતા. બંનેના લગ્નમાં બોલિવુડ, બિઝનેસ, રાજકારણ અને રમતજગતની દિગ્ગજ હસ્તીઓ શામેલ થઈ હતી. અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા હિલેરી ક્લિંટન, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અમિતાભ બચ્ચન, કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા, કોંગ્રેસ નેતા મિલિંદ દેવડા-પૂજા શેટ્ટી દેવડા, પ્રિયંકા ચોપડા-નિક જોનસ, સચિન-અંજલિ તેંડુલકર, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રૉય કપૂર, જ્હૉન અબ્રાહમ અને પ્રિયા રુચાંલ, સાક્ષી ધોની, ઝહીર ખાન-સાગરિકા ઘટગે, જ્હાન્વી કપૂર, વરુણ ધવન, કેટરીના કૈફ, કરિશ્મા કપૂર, કરણ જોહર, આમિર ખાન-કિરણ રાવ અને પરિણીતી ચોપડા સહિત સિનેમા જગતના ઘણા લોકો આ લગ્નમાં શામેલ થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
